ભારતના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ ઘણીવાર તેની શાનદાર રમત માટે જ નહીં, પરંતુ તેની પર્સનલ લાઈફ માટે પણ સમાચારમાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમનું નામ ઘણી ફેમસ સેલિબ્રિટી સાથે જોડાયું છે.
જેમાં સારા તેંડુલકર અને સારા અલી ખાનના નામ ટોપ પર છે. તાજેતરમાં, અવનીત કૌર સાથેના તેમના સંબંધોની ચર્ચાએ પણ ખૂબ જોર પકડ્યું. પરંતુ હવે શુભમને પોતે આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેનો કોઈ સાથે કોઈ સંબંધ નથી.
શુભમન ગિલનું ધ્યાન તેના કરિયર પર
મીડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં, શુભમન ગિલે તેના પ્રેમ જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમે કહ્યું કે તે છેલ્લા ત્રણ વર્ષથી સિંગલ છે અને હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન તેના ક્રિકેટ કરિયર પર છે. શુભમન હસ્યો અને કહ્યું કે ‘ઘણી વખત એવા સમાચાર આવે છે જેમાં લોકોના નામ મારી સાથે જોડવામાં આવે છે, હું તેમને ક્યારેય મળ્યો પણ નથી.’ તેને વધુમાં કહ્યું કે ચર્ચાઓ એટલી બધી ફેલાઈ ગઈ છે કે તેને પોતે પણ સમજાતું નથી કે આ વાતો ક્યાંથી શરૂ થાય છે.
શુભમન પાસે પ્રેમ માટે નથી સમય!
શુભમને આ ઈન્ટરવ્યુમાં એ પણ સ્પષ્ટ કર્યું કે ક્રિકેટરના જીવનમાં સંબંધ જાળવી રાખવો ખૂબ જ મુશ્કેલ છે. તેને કહ્યું કે તેઓ વર્ષમાં લગભગ 300 દિવસ ટીમ સાથે મુસાફરી કરવામાં વિતાવે છે અને આ પરિસ્થિતિમાં કોઈની સાથે સંબંધ બાંધવા માટે સમય ફાળવવો અશક્ય બની જાય છે. તેને કહ્યું કે ‘મારું સંપૂર્ણ ધ્યાન મારી રમત પર છે અને હાલમાં મારી એકમાત્ર પ્રાથમિકતા મારું કરિયર છે.’
અવનીત કૌર સાથે જોડાયું શુભમનનું નામ
તાજેતરમાં, અવનીત કૌર વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી કે તે દુબઈમાં શુભમનની એક મેચ દરમિયાન હાજર હતી અને તે બંને સાથે જોવા મળ્યા હતા. પરંતુ શુભમને પણ આ વાતને નકારી અને સ્પષ્ટપણે કહ્યું કે તે ક્યારેય અવનીતને મળ્યો પણ નથી. આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો અંગત સંબંધ નથી.
સારા તેંડુલકરને ડેટ પણ નથી કરી રહ્યો શુભમન ગિલ
શુભમનનું નામ ઘણા સમયથી સારા તેંડુલકર સાથે પણ જોડાયું છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટને લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે ફેન્સને શંકા ગઈ હતી કે બંને વચ્ચે કંઈક ખાસ હોઈ શકે છે. પરંતુ હવે શુભમનના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે પોતાની પર્સનલ લાઈફમાં સંપૂર્ણપણે સિંગલ છે અને કોઈપણ પ્રકારના સંબંધમાં નથી.