ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાશે.
આ મેચ પહેલા, આ મેદાન પર એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે, જેમાં ઘણા બોલીવુડ સ્ટાર્સ પરફોર્મ કરશે. કલાકારોમાં સિંગર કરણ ઔજલા અને એક્ટ્રેસ દિશા પટનીનું નામ સામે આવ્યું છે.
KKR vs RCB મેચ માટે ટિકિટ ખરીદનારા ફેન્સ વિરાટ કોહલીને બેટિંગ કરતા જોતા પહેલા બોલીવુડ સ્ટાર્સના પર્ફોમન્સનો આનંદ માણી શકશે. IPL 2025ની ઓપનિંગ સેરેમની મેચ શરૂ થવાના 1 કલાક પહેલા શરૂ થશે. બોલીવુડ જગતના ઘણા ફેમસ કલાકારો તેમાં પરફોર્મ કરશે.
IPL ઓપનિંગ સેરેમનીમાં કરણ ઔજલા અને દિશા પટણી કરશે પરફોર્મ
મીડિયા રિપોર્ટ મુજબ પંજાબી સિંગર કરણ ઔજલા IPL ઓપનિંગ સેરેમનીમાં બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની સાથે પરફોર્મ કરશે. તમને જણાવી દઈએ કે બંને હાલમાં એક પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય ‘ચિકની ચમેલી’, ‘ઝાલિમા’ વગેરે ગીતો ગાનાર ફેમસ સિંગર શ્રેયા ઘોષાલનું નામ પણ આગળ આવી રહ્યું છે, જે IPL ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. પરંતુ IPL દ્વારા હજુ સુધી તેની ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી.
IPLની ઓપનિંગ સેરેમનીની ટિકિટ
IPL 2025ની ઓપનિંગ સેરેમની કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKR વિરુદ્ધ RCB મેચ પહેલા યોજાશે. આ મેચની ટિકિટ પણ ઓપનિંગ સેરેમનીની ટિકિટ હશે. આ મેચની ટિકિટો ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. ફેન્સ BookMyShow પર ટિકિટ બુક કરાવી શકે છે.
IPL 2025: બધી ટીમો અને તેમના કેપ્ટનના નામ
- દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન – અક્ષર પટેલ
- સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન – પેટ કમિન્સ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન – રજત પાટીદાર
- રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન – સંજુ સેમસન
- પંજાબ કિંગ્સનો કેપ્ટન – શ્રેયસ ઐયર
- લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન – રિષભ પંત
- મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન – હાર્દિક પંડ્યા
- કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન – અજિંક્ય રહાણે
- ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન – શુભમન ગિલ
- ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન – ઋતુરાજ ગાયકવાડ


