ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 40મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. GT 10 પોઈન્ટ અને સારા નેટ રન રેટ સાથે ટેબલમાં ટોપ પર છે. પરંતુ સાતમાંથી ચાર મેચ હાર્યા બાદ, KKR પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.


