ગુજરાત ટાઈટન્સના ઓપનર સાઈ સુદર્શને આ વર્ષની IPLમાં શાનદાર બેટિંગ કરી છે. તે લગભગ દરેક મેચમાં રન બનાવી રહ્યો છે. આ કારણોસર, તેની ટીમ પણ સારા ફોર્મમાં છે અને પ્લેઓફની રેસમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
ગુજરાત ટાઈટન્સ માટે સારી વાત એ છે કે ટીમના ટોપના 3 બેટ્સમેન સાઈ સુદર્શન, કેપ્ટન શુભમન ગિલ અને બટલર બધા સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ઘણા બધા રન બનાવી રહ્યા છે. આ દરમિયાન, સાઈ સુદર્શને ઓરેન્જ કેપ પણ જીતી લીધી છે. તેને નિકોલસ પૂરનને પાછળ છોડી દીધો છે.
આ સિઝનમાં બનાવ્યા સૌથી વધુ રન
કોલકાતામાં રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ પહેલા, સાઈ સુદર્શન ઓરેન્જ કેપ રેસમાં બીજા સ્થાને હતા. તેને 7 મેચમાં 365 રન બનાવ્યા હતા. તે સમયે, LSG ના નિકોલસ પૂરન નંબર વન પર હતો. સાઈ સુદર્શનને પૂરનને પાછળ છોડી દેવા માટે ફક્ત 4 રનની જરૂર હતી અને તેને તે રન ઝડપથી બનાવ્યા. આ સાથે, સાઈ સુદર્શન ઓરેન્જ કેપ લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયો.
સુદર્શન 50 થી વધુની એવરેજથી બનાવી રહ્યો છે રન
સાઈ સુદર્શન આ IPL સીઝનમાં પોતાની આઠમી મેચ રમી રહ્યો છે અને તેને આ મેચમાં પણ સારી શરૂઆત કરી. ખાસ વાત એ છે કે આ વર્ષે તે 50થી વધુની એવરેજ અને 150થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે.
તેના બેટમાંથી સતત ચોગ્ગા અને છગ્ગા આવી રહ્યા છે. તે જે ફોર્મમાં છે તે જોતાં, એવી અપેક્ષા રાખી શકાય છે કે તે ભવિષ્યમાં પણ ઘણા રન બનાવતો રહેશે અને જો પરિસ્થિતિ આવી જ ચાલુ રહેશે, તો ટુર્નામેન્ટ સમાપ્ત થાય ત્યારે સાઈ સુદર્શન ઓરેન્જ કેપ સાથે સમાપ્ત થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા માટે પ્રબળ દાવેદાર
સાઈ સુદર્શનનું શાનદાર પ્રદર્શન હવે તેના માટે ફરીથી ટીમ ઈન્ડિયાના દરવાજા ખોલી શકે છે. પરંતુ તે પહેલાથી જ ODI અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે, પરંતુ તે પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જ્યારે તેને T20 માં પોતાની પહેલી મેચ રમી ત્યારે તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. હવે જો સાઈ સુદર્શન આ રીતે રન બનાવતો રહેશે તો તેને ટૂંક સમયમાં ફરીથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે. પરંતુ IPLમાં હજુ ઘણી મેચો બાકી છે અને અન્ય બેટ્સમેનો પણ સારું પ્રદર્શન કરીને સુદર્શનને ઓરેન્જ કેપની રેસમાં પાછળ છોડી દેવાનો પ્રયાસ કરશે.


