IPL 2025માં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મેચ રમાશે. આ સિઝનની છેલ્લી લીગ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. એક તરફ વિરાટ કોહલી અને બીજી તરફ રિષભ પંત રહેશે. જ્યાં પંતની સેના LSG પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાનું સન્માન બચાવવા માટે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીની ટીમ RCB ક્વોલિફાયરમાં સ્થાન મેળવવાના ઈરાદા સાથે આવશે.


