T20 ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે વધુ એક મોટી સિદ્ધિ નોંધાઈ છે. કોહલીએ RCB તરફથી રમતી વખતે 9 હજાર રન પૂરા કર્યા છે. વિરાટ T20માં ટીમ માટે 9 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.
આ સાથે કિંગ કોહલી IPLમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે. લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા આપવામાં આવેલા 228 રનના લક્ષ્યનો પીછો કરતા, કિંગ કોહલીએ ફિલ સોલ્ટ સાથે મળીને RCBને ધમાકેદાર શરૂઆત અપાવી.
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ
વિરાટ કોહલી T20 ક્રિકેટમાં ટીમ માટે 9 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાઈ રહેલી મેચમાં કોહલીએ આ સિદ્ધિ મેળવી છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં કિંગ કોહલીનું બેટ જોરથી બોલી રહ્યું છે. યજમાન ટીમ દ્વારા આપવામાં આવેલા 228 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટે ફિલ સોલ્ટ સાથે મળીને RCBને શાનદાર શરૂઆત અપાવી.
બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે માત્ર 5.4 ઓવરમાં 61 રન ઉમેર્યા. સોલ્ટ 19 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું અને વિરાટે 30 બોલમાં 54 રન બનાવ્યા.
વિરાટ માટે આ સીઝન રહી છે ખૂબ જ સારી
IPL 2025 વિરાટ કોહલી માટે અદ્ભુત રહ્યું છે. કોહલીએ આ સિઝનમાં 600થી વધુ રન બનાવ્યા છે. વિરાટના શાનદાર ફોર્મને કારણે, RCB પહેલાથી જ પ્લેઓફની ટિકિટ મેળવી ચૂક્યું છે. પરંતુ જો RCB આ મેચમાં લખનૌને હરાવવામાં સફળ રહે છે, તો ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.
પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 227 રન બનાવ્યા છે. ટીમ તરફથી કેપ્ટન રિષભ પંતનું બેટ જોરથી બોલ્યું અને તેને 118 રનની શાનદાર ઈનિંગ રમી. મિચેલ માર્શે 37 બોલમાં 67 રન બનાવ્યા.


