IPL ની 6 એપ્રિલના રોજ થઈ રહેલી મેચ કેટલીક સુરક્ષાઓના કારણે બંધ રહી શકે છે. આઈપીએલ 2025 ની આ મેચ કોલક્તા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે થવા જઈ રહી છે. 6 એપ્રિલના રોજ રામનવમી છે. આ દિવસે શોભાયાત્રા નીકળે છે અને સમગ્ર પોલીસ સુરક્ષાના બંદોબસ્તમાં હોય છે. આ તમામ કારણોને લીધે મેચની તારીખ બદલાઈ શકે છે.
મેચનું શિડ્યુલ બદલવા માટે લેટર લખાયો
કલક્તા પોલીસે બંગાળ ક્રિકેટ એસોશિએશનને પત્ર લખીને 6 એપ્રિલે ઈડન ગાર્ડસમાં થનારી આઈપીએલ મેચનું શિડ્યૂલ બદલવા માટે કહ્યું છે. આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે આ મેચ માટે પોલીસ જરુરીયાત પ્રમાણે સુરક્ષા બંદોબસ્ત કરી શકશે નહીં, કારણકે આ દિવસે રામનવમી છે, જેમાં સમગ્ર પોલીસને બંદોબસ્તમાં લગાવવામાં આવશે.
6 એપ્રિલે પોલીસ મેચની સુરક્ષા માટે અસમર્થ
રામનવમી પર સમગ્ર રાજ્યમાં 20 હજારથી વધારે શોભાયાત્રા નિકળી શકે છે. આથી મોટા ભાગના પોલીસ કર્મીઓ આ શોભાયાત્રાના બંદોબસ્તમાં હશે. પોલીસના કહેવા પ્રમાણે આ તમામની વચ્ચે સ્ટેડીયમમાં 60 હજારથી વધારે દર્શકોની સુરક્ષાનું ધ્યાન રાખવું અઘરું છે. બંગાળ ક્રિકેટના અધ્યક્ષ સ્નેહાશી ગાંગુલીએ જણાવ્યું હતું કે તેમણે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી છે. પોલીસ 6 એપ્રિલના રોજ સુરક્ષા બંદોબસ્ત માટે અસર્મથ જણાઈ રહી છે. આ બાબતે BCCI ને જાણકારી આપવામાં આવી છે. હજી મેચ શરુ થવાને સમય છે, જલ્દી કોઈ નિર્ણય લેવામાં આવશે.
આ વખતે આઈપીએલની શરૂઆત કોલકત્તાના ઈડન ગાર્ડસ સ્ટેડિયમથી થઈ રહી છે. 22 માર્ચે કેકેઆર અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે આઈપીએલ 2025 ની પહેલી મેચ રમવામાં આવશે. આ મેચ પહેલા લગભગ અડઘી કલાકની ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ કાર્યક્રમમાં સિંગર શ્રેયા ઘોષાલ અને એક્ટ્રેસ દિશા પટની પણ પરફોર્મ કરશે.


