IPL 2025નું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે, જ્યાં આ લીગ 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચથી શરૂ થશે. આ લીગમાં, પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 23 માર્ચે કટ્ટર હરીફ મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચની શરૂઆત કરશે, જ્યારે તે 18 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે લીગની છેલ્લી મેચ રમશે.
ગાયકવાડના હાથમાં CSKની કમાન
ચેન્નાઈ આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમોમાંની એક છે, જેણે પાંચ વખત ટાઇટલ જીત્યું છે. ટીમ ઈન્ડિયા અને સીએસકેના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં પણ ટીમ માટે રમશે, જે વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે કેપ્ટનશીપ રુતુરાજ ગાયકવાડના હાથમાં રહેશે.
- ટીમના સંપૂર્ણ શેડ્યૂલ પર એક નજર
| તારીખ | દિવસ | સમય | ટીમો | સ્થળ |
| 23 માર્ચ 2025 | રવિવાર | 3:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ | ચેન્નાઈ |
| 28 માર્ચ 2025 | શુક્રવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | ચેન્નાઈ |
| 30 માર્ચ 2025 | રવિવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સ | ગુવાહાટી |
| 5 એપ્રિલ 2025 | શનિવાર | 3:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ | ચેન્નાઈ |
| 8 એપ્રિલ 2025 | મંગળવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS પંજાબ કિંગ્સ | મુલ્લાનપુર |
| 11 એપ્રિલ 2025 | શુક્રવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ | ચેન્નાઈ |
| 14 એપ્રિલ 2025 | સોમવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ | લખનૌ |
| 20 એપ્રિલ 2025 | રવિવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ | મુંબઈ |
| 25 એપ્રિલ 2025 | ગુરુવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS હૈદરાબાદ | ચેન્નાઈ |
| 30 એપ્રિલ 2025 | શુક્રવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VSપંજાબ કિંગ્સ | ચેન્નાઈ |
| 3 મે, 2025 | શનિવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | બેંગ્લોર |
| 7 મે, 2025 | બુધવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS કોલકાતા નાઈટ રાઇડર્સ | કોલકાતા |
| 12 મે, 2025 | સોમવાર | 7:30 | ચેન્નઈ સુપર કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સ | ચેન્નાઈ |
| 18 મે, 2025 | રવિવાર | 3:30 | ચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઇટન્સ | અમદાવાદ |
IPL 2025 માટે CSKની ટીમ
રૂતુરાજ ગાયકવાડ, મથિશા પથિરાણા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, આર અશ્વિન, ખલીલ અહેમદ, નૂર અહેમદ, વિજય શંકર, સેમ કુરન, શેખ રશીદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, દીપક હુડા, ગુર્જનપનીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવરટન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ.


