કુલદીપ યાદવની ગણતરી ભારતના શ્રેષ્ઠ સ્પિનરોમાં થાય છે. તેને IPLમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. કુલદીપે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં રિયાન રિકલ્ટનને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.
કુલદીપે તેના IPL કારકિર્દીમાં 100 વિકેટ પૂર્ણ કરી છે. આ સ્પિનરે 97 IPL મેચ રમ્યા બાદ 100 વિકેટનો આંકડો પાર કરવામાં સફળતા મેળવી. મેચોના આધારે તે IPLમાં 100 વિકેટ લેનાર ચોથો સૌથી ઝડપી બોલર બન્યો.
IPLમાં ભારતીય સ્પિનર દ્વારા સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ અમિત મિશ્રાના નામે છે. તેને 83 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વરુણ ચક્રવર્તીએ પણ માત્ર 83 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર રહેલા ચહલે 84 મેચોમાં 100 આઈપીએલ વિકેટો પૂર્ણ કરી હતી. જ્યારે કુલદીપે 97 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. હરભજન સિંહનું નામ પાંચમા નંબરે છે. તેને 100 મેચમાં 100 વિકેટ લીધી.
IPLમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ભારતીય સ્પિનર
83 ઈનિંગ -અમિત મિશ્રા
83 ઈનિંગ -વરુણ ચક્રવર્તી
84 ઈનિંગ -યુઝવેન્દ્ર ચહલ
97 ઈનિંગ-કુલદીપ યાદવ
100 ઈનિંગ – હરભજન સિંહ
કુલદીપ યાદવે લીધી 100 વિકેટ
કુલદીપ યાદવે આ મામલે કોલકાતા નાઈટ રાઈડર્સના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની બરાબરી કરી લીધી છે. વરુણે અત્યાર સુધીમાં 83 મેચમાં 100 વિકેટ લીધી છે. જો આપણે IPLમાં સૌથી સફળ ભારતીય સ્પિનરોની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલનું નામ ટોપ પર છે. અત્યાર સુધીમાં તેને 172 મેચોમાં 219 વિકેટ લીધી છે. પિયુષ ચાવલાનું નામ બીજા સ્થાને છે. તેને IPLમાં 192 મેચોમાં 192 વિકેટ ઝડપી છે. આર અશ્વિન ત્રીજા નંબરે છે. તેને અત્યાર સુધીમાં IPLમાં 221 મેચ રમી છે અને 187 વિકેટ લીધી છે. અમિત મિશ્રાનું નામ ચોથા સ્થાને છે. આ લેગ સ્પિનરે પોતાના IPL કરિયરમાં 162 મેચોમાં 174 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાનું નામ પાંચમા નંબરે છે. અત્યાર સુધીમાં તેને 253 મેચોમાં 168 વિકેટ લીધી છે. આ કિસ્સામાં, કુલદીપ 100 વિકેટ સાથે નવમા સ્થાને છે.
IPL સીઝનમાં કુલદીપ યાદવનું પ્રદર્શન
IPL 2025 ની સૌથી મહત્વપૂર્ણ મેચ હાલમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાઈ રહી છે. પ્લેઓફને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહત્વપૂર્ણ મેચમાં દિલ્હીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં કુલદીપે તેના ચાર ઓવરના સ્પેલમાં માત્ર 22 રન આપીને એક વિકેટ લીધી હતી. તેની સામે મુંબઈના બેટ્સમેન સાવધાનીપૂર્વક બેટિંગ કરતા જોવા મળ્યા. IPLની ચાલુ સીઝનમાં કુલદીપના પ્રદર્શનની વાત કરીએ તો, તેને અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને આ સમય દરમિયાન તેને ફક્ત 13 વિકેટ મળી છે. અત્યાર સુધી કુલદીપ એ રીતે બોલિંગ કરી શક્યો નથી જેના માટે તે જાણીતો છે.