સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટ ઈતિહાસમાં એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. સૂર્યાએ દિલ્હી કેપિટલ્સ સામે 43 મેચમાં 73 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. પ્લેઓફના દૃષ્ટિકોણથી મુંબઈ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને સૂર્યકુમાર હજુ પણ ઓરેન્જ કેપની રેસમાં છે.
આ સિઝનમાં સૂર્યકુમાર યાદવે 13 મેચમાં 583 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ 25 થી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
સૂર્યકુમાર યાદવે ટેમ્બા બાવુમાની બરાબરી
સૂર્યકુમાર યાદવે દિલ્હી કેપિટલ્સ સામે 73 રન બનાવ્યા હતા. તેને હવે સતત 13 T20 મેચોમાં 25 થી વધુ રન બનાવ્યા છે. આ બાબતમાં તેને દક્ષિણ આફ્રિકાના ખેલાડી ટેમ્બા બાવુમાની બરાબરી કરી લીધી છે. સૂર્યા અને બાવુમાએ સતત 13 T20 મેચોમાં 25 થી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
સૂર્યકુમાર યાદવે IPL 2025માં ફટકારી 4 અડધી સદી
સૂર્યાએ IPL 2025માં 13 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે અને દરેક વખતે 25 થી વધુ રન બનાવ્યા છે. આ સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર 73 રન છે, જે તેને દિલ્હી સામે બનાવ્યા હતા. આ સિઝનમાં તેનો સૌથી ઓછો સ્કોર 26 રન હતો, જે તેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બનાવ્યો હતો. તેને આ સિઝનમાં 4 અડધી સદી પણ ફટકારી છે.
બીજી તરફ, ટેમ્બા બાવુમા ટૂંક સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. તેને 2019-2020 સમયગાળા દરમિયાન સતત 13 T20 ઈનિંગ્સમાં 25 થી વધુ રન બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
સૂર્યકુમાર યાદવે IPLમાં 4000 રન કર્યા પૂરા
સૂર્યકુમાર યાદવે આ સિઝનમાં પોતાના IPL કારકિર્દીમાં 4,000 રન પણ પૂરા કર્યા છે. IPL 2025 ની શરૂઆત પહેલા, તેને 150 IPL મેચોમાં 3,594 રન બનાવ્યા હતા. ચાલુ સિઝનમાં 406 રન બનાવીને તેને 4 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં તેની IPL કારકિર્દીમાં 4,177 રન બનાવ્યા છે.