IPL 2025માં 22 માર્ચના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે આયોજિત ઓપનિંગ સેરેમનીમાં શ્રેયા ઘોષાલ, કરણ ઔજલા અને દિશા પટનીએ ધૂમ મચાવી હતી. ઓપનિંગ સેરેમની પછી, IPL 2025 માં અલગ અલગ સ્થળોએ ઓપનિંગ સેરેમનીનો સિલસિલો ચાલુ રહે છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનએ ધૂમ મચાવી. આજે મુંબઈમાં અનન્યા પાંડેએ પણ પરફોર્મ કર્યું છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પહેલા અનન્યાએ આજે ડાન્સ પર્ફોર્મન્સ કર્યું અને ફેન્સનું મનોરંજન કર્યું. IPL 2025માાં પહેલીવાર મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ રહી છે, તેથી જ અહીં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પહેલા, એક્ટ્રેસ અનન્યા પાંડેએ પોતાના ડાન્સ મૂવ્સથી વાનખેડે સ્ટેડિયમમાં ધૂમ મચાવી. તેને પોતાના ડાન્સ મૂવ્સથી ફેન્સને ડાન્સ કરવા મજબૂર કરી દીધા. એક્ટ્રેસની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક્ટ્રેસની આ તસવીરો અને વીડિયો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે.


