મુંબઈ ઈન્ડિયન્સ 27 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે મોટી ટક્કર માટે તૈયાર છે. આ દરમિયાન, ટ્રેનિંગ સેશનનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં રોહિત શર્મા LSG ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની મજાક ઉડાવતો જોવા મળ્યો કારણ કે તે ટ્રેનિંગ માટે થોડો મોડો પહોંચ્યો હતો.
રોહિત શર્માએ કરી મજાક
મુંબઈ ઈન્ડિયન્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને એક્સ એકાઉન્ટ પર એક ફની વીડિયો શેર કર્યો છે. આમાં, રોહિત શર્મા મેચ પહેલાની પ્રેક્ટિસ દરમિયાન LSG મેન્ટર ઝહીર ખાન સાથે બેઠો જોવા મળે છે. પછી શાર્દુલ ઠાકુર ત્યાં આવે છે અને રોહિત તેને જોતા જ મજાક કરવાનું શરૂ કરે છે. રોહિત હસ્યો અને બોલ્યો, “અરે હીરો, તું હવે આવી રહ્યો છે? શું ઘરઆંગણાની ટીમ છે?” રોહિતના આ મજાક પર ત્યાં હાજર બધા હસી પડ્યા.
IPL 2025માં MI એ સર્જ્યો મોટો અપસેટ
આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર વાપસી કરી છે. શરૂઆતની પાંચ મેચમાંથી ચાર હાર્યા બાદ, પાંચ વખતના ચેમ્પિયન ટીમે સતત ચાર મેચ જીતીને વાપસી કરી છે. હવે નવ મેચોમાં 10 પોઈન્ટ સાથે, MI પોઈન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે અને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ છે.
રોહિત શર્મા ફોર્મમાં ફર્યો પરત
મુંબઈ ઈન્ડિયન્સની વાપસીમાં રોહિત શર્માના ફોર્મે મોટી ભૂમિકા ભજવી છે. સિઝનની શરૂઆતમાં રોહિત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો પરંતુ હવે તેને સતત બે અડધી સદી ફટકારીને જોરદાર વાપસી કરી છે. રોહિતે ટીમને શાનદાર શરૂઆત અપાવી, ઈનિંગ્સ સંભાળી અને મિડલ ઓર્ડર માટે ગતિ બનાવી. તેમનું ફોર્મ એવા સમયે પાછું આવ્યું છે જ્યારે ટીમ છઠ્ઠું IPL ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખે છે.