મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડી રોહિત શર્મા વિશે એક મોટી અપડેટ સામે આવી છે. ઈજાને કારણે રોહિત આઈપીએલ 2025માં મુંબઈની છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો. લખનૌ સુપર જાયન્ટ્સ સામે રોહિતને આરામ આપવામાં આવ્યો હતો.
હવે ટીમનો આગામી મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે છે. રોહિત શર્મા આ મેચમાં રમી શકે છે. મુંબઈના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ રોહિત શર્માના કેસ અંગે અપડેટ આપ્યું છે.
રોહિત શર્માના કેસમાં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, રોહિત શર્માના કેસ અંગે મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ જયવર્ધનેએ કહ્યું કે “રોહિત સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે. તે આજે (પ્રેક્ટિસમાં) બેટિંગ પણ કરશે.” રોહિત લખનૌ સામે રમી શક્યો ન હતો. તેને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. રોહિતના ઘૂંટણમાં ઈજા થઈ હતી. પરંતુ હવે તે RCB સામે મેદાનમાં ઉતરી શકે છે. મુંબઈ અને RCB સોમવારે એકબીજાનો સામનો કરશે.
રોહિત શર્માને થઈ ઈજા
હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે રોહિત શર્માને ઘૂંટણમાં ઈજા થઈ છે. લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી વખતે તેમને ઈજા થઈ હતી. તેને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. રોહિતના ઘૂંટણમાં ઈજા થઈ હતી.
અત્યાર સુધી IPL 2025માં રોહિત શર્માનું પ્રદર્શન
રોહિત શર્માએ અત્યાર સુધી IPL 2025 માં કોઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. સીઝનની પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તે શૂન્ય રનમાં આઉટ થયો હતો. આ પછી, તે ગુજરાત ટાઈટન્સ સામે 8 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પણ રોહિત કંઈ ખાસ કરી શક્યો નહીં. તે 13 રન બનાવીને આઉટ થયો હતો.


