IPL 2025 2.0 17 મેથી શરૂ થવા જઈ રહ્યું છે. IPL 2025ની બાકી રહેલી મેચોમાં ભાગ લેવા માટે ઘણા વિદેશી ખેલાડીઓ તેમની ટીમોમાં જોડાયા છે, જ્યારે ઘણા ખેલાડીઓ જોડાવાના છે.
અહીં એવા 5 વિદેશી ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છીએ જેમને IPL 2025 2.0 માં ફરીથી ભાગ લેવાની ના પાડી દીધી છે.
જોફ્રા આર્ચર
રાજસ્થાન રોયલ્સે જોફ્રા આર્ચરને 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો. પરંતુ જોફ્રાએ રાજસ્થાનને અધવચ્ચે છોડી દીધું છે. જોફ્રા ફરી IPL 2025 માં ભાગ લેવા નથી આવી રહ્યો. પરંતુ તેની ફ્રેન્ચાઈઝીની સફર પ્લેઓફમાં સમાપ્ત થઈ ગઈ.
મિચેલ સ્ટાર્ક
આ લિસ્ટમાં બીજું નામ દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનું છે. મિચેલ સ્ટાર્ક તેની ફ્રેન્ચાઈઝી માટે સૌથી મહત્વપૂર્ણ ફાસ્ટ બોલર છે. જ્યારે તેની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે 3 માંથી 3 મેચ જીતવાની જરૂર હતી, ત્યારે તેને પોતાની ટીમ માટે રમવાની ના પાડી દીધી હતી. દિલ્હીએ સ્ટાર્કને 11.57 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો.
જેક ફ્રેઝર
દિલ્હી કેપિટલ્સના વિસ્ફોટક બેટ્સમેન જેક ફ્રેઝરે પણ IPL 2025 ની બાકીની મેચોમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. જેક ફ્રેઝર દિલ્હી માટે મુખ્ય ખેલાડી છે. તેની ગેરહાજરી ટીમના બેટિંગ વિભાગને નબળો પાડશે. જેક ફ્રેઝરે IPL 2025 માટે દિલ્હી સાથે 9 કરોડ રૂપિયામાં સાઈન કરી હતી.
સેમ કરન
CSKનો ડેશિંગ ઓલરાઉન્ડર સેમ કરન પણ IPL 2025 2.0 માં ભાગ લેશે નહીં. તેને 2.4 કરોડ રૂપિયામાં CSK ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્ટાર ઓલરાઉન્ડરે બાકીની મેચોમાં રમવાની ના પાડી દીધી છે.
મોઈન અલી
આ લિસ્ટમાં આગળનું નામ મોઈન અલીનું છે. KKRના સ્ટાર ખેલાડીએ બાકીની મેચોમાં રમવાની ના પાડી દીધી છે. ફ્રેન્ચાઈઝીએ તેને ટુર્નામેન્ટ માટે 2 કરોડ રૂપિયા આપ્યા. પરંતુ આ સ્ટાર ખેલાડી હવે IPL 2025 માં જોવા મળશે નહીં.


