IPL T20 મેચનું ફોર્મેટ એવું છે કે અહીં બેટ્સમેનને દરેક બોલ પર રન ફટકારવાનો હોય છે. આ વખતે IPL 2025માં બોલરોએ સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. જ્યાં બેટ્સમેનોને દરેક રન માટે ઝંખવા મજબૂર કરવામાં આવ્યા છે. આ સિઝનમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર બોલર પ્રસિદ્ધ કૃષ્ણા છે. જેને અત્યાર સુધીમાં 85 ડોટ બોલ ફેંક્યા છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. જેને અત્યાર સુધીમાં 87 ડોટ બોલ ફેંક્યા છે. આ લિસ્ટમાં અન્ય નામ જોશ હેઝલવુડનું છે જેની શક્તિશાળી બોલિંગ બેટ્સમેનોને પરસેવો પાડી દે છે. જોશ હેઝલવુડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમે છે અને આ સિઝનમાં અત્યાર સુધીમાં 93 ડોટ બોલ ફેંકી ચૂક્યો છે. CSK ના શાનદાર બોલર ખલીલ અહેમદે આ સિઝનમાં 93 ડોટ બોલ ફેંક્યા છે. આ સિઝનમાં IPLમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર બોલર મોહમ્મદ સિરાજ છે. જેને 93 ડોટ બોલ ફેંક્યા છે.


