IPL 2025 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઋતુરાજને બેટિંગ કરતી વખતે કોણીમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે પીડામાં કણસતો જોવા મળ્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ ઋતુરાજને હવે કોણીમાં ફ્રેક્ચર થયું છે અને તેના કારણે તે આગામી મેચોમાં રમતા જોવા મળશે નહીં. આ કારણે મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બન્યો છે. IPL 2025 ની વચ્ચે, ધોનીને અચાનક ફરી એકવાર ચેન્નાઈની કેપ્ટનશીપ મળી ગઈ છે. ચેન્નાઈને પાંચ આઈપીએલ ખિતાબ અપાવનાર એમએસ ધોની લગભગ દોઢ સીઝન પછી ટીમના કેપ્ટન તરીકે પરત ફરી રહ્યો છે.
ઋતુરાજ ટુર્નામેન્ટમાંથી બહાર
IPL 2025 ની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. CSK ના કેપ્ટનની જવાબદારી સંભાળી રહેલા ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. કોણીની ઈજાને કારણે ઋતુરાજ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન ગુમાવશે. ઋતુરાજ બેટિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. છેલ્લી મેચમાં પણ ઋતુરાજ કોણી પર પાટો બાંધીને રમ્યો હતો. ઋતુરાજની ગેરહાજરીમાં, ટીમની કમાન હવે આખી સીઝન માટે એમએસ ધોનીના હાથમાં રહેશે. IPL 2025 માં ઋતુરાજનું બેટ સાથે પ્રદર્શન કંઈ ખાસ ન હતું. પંજાબ કિંગ્સ સામે રમાયેલી છેલ્લી મેચમાં, ઋતુરાજ માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
એમએસ ધોની ફરી બન્યો ચેન્નાઈનો કેપ્ટન
CSK એ ફરી એકવાર અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનશીપ સોંપી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, CSK એ કુલ પાંચ વખત IPL ટાઈટલ જીત્યું છે. ચેન્નઈએ 2010, 2011, 2018, 2021 અને 2023 માં IPL ટ્રોફી જીતી હતી. ધોનીએ 2022 સીઝનમાં રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી હતી. પરંતુ સીઝનની મધ્યમાં, જાડેજાએ કેપ્ટનશીપ છોડી દીધી અને ધોનીને કમાન સંભાળવી પડી. આ પછી, 2024 માં ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવામાં આવ્યા.
ઋતુરાજ ગાયકવાડની ઈજા કેટલી ગંભીર છે જાણો
ઋતુરાજ ગાયકવાડે IPL 2025 માં ચેન્નાઈ માટે પાંચ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેને બે અડધી સદી ફટકારી હતી. ગાયકવાડ ત્રણ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. પરંતુ તેને બે મેચમાં અડધી સદી ફટકારી. તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે 53 રનની ઈનિંગ રમી હતી. પરંતુ હવે ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત છે. તેના કોણીમાં હેરલાઈન ફ્રેક્ચર છે. ઈજા ગંભીર છે. આ કારણોસર, તે આખી સિઝન રમી શકશે નહીં.


