IPL 2025 આજથી એટલે કે 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં KKR અને RCB વચ્ચે મુકાબલો થશે. દરમિયાન, ફેન્સ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિત શર્માથી લઈને એમએસ ધોની સુધી, બધા જ આ મેચમાં રમતા જોવા મળશે.
આ રોમાંચક મેચ માટે બંને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. આ મેચ 23 માર્ચે ચેન્નાઈના ચેપોક ખાતે રમાશે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોહિત શર્માનો પ્રેક્ટિસ કરતો વીડિયો શેર કર્યો છે.
ફ્રેન્ચાઈઝીએ ‘SAR’ ને કર્યું હાઈલાઈટ
મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માનો પ્રેક્ટિસ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં ફ્રેન્ચાઈઝીએ રોહિતના બેટિંગ ગ્લોવ્ઝને હાઈલાઈટ કર્યા છે. જેના પર ‘SAR’ લખેલું છે. આ સિવાય ફ્રેન્ચાઈઝીના ફેન્સ માટે આનો શું અર્થ થાય છે? તેને અનુમાન લગાવવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક ફેન્સે અનુમાન લગાવ્યું હતું કે ‘SAR’ એટલે સમાયરા, અહાન અને રિતિકા.
ફેન્સની પ્રતિક્રિયાઓ આવી સામે
રોહિત શર્માના આ વીડિયો પર ફેન્સ તરફથી અલગ-અલગ પ્રતિક્રિયા આવી રહી છે. ફેન્સ ‘SAR’ ના જુદા જુદા અર્થો કાઢી રહ્યા છે.
CSK સામે શાનદાર પ્રદર્શન કરશે રોહિત શર્મા
જ્યારે રોહિત શર્મા 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ રમશે, ત્યારે તેના નામે એક ખાસ સિદ્ધિ નોંધાશે. રોહિત શર્મા IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર બીજો ખેલાડી બનશે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં IPLમાં 257 મેચ રમી છે. દિનેશ કાર્તિક પણ 257 મેચ સાથે બીજા સ્થાને છે. એમએસ ધોની આ લિસ્ટમાં ટોપના સ્થાને યથાવત છે. ધોનીએ અત્યાર સુધીમાં 264 મેચ રમી છે.


