ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ હવે તેના અંતિમ તબક્કામાં છે. ટુર્નામેન્ટનો એલિમિનેટર મેચ શુક્રવારે રમાશે, જ્યાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે.
આ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં દીપક ચહર અને તિલક વર્મા ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાત સામેની ટીમની એલિમિનેટર મેચ પહેલા એરપોર્ટ પર બંને ખેલાડીઓ લંગડાતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, તિલક વર્મા અને દીપક ચહર બંને એરપોર્ટ ચેકપોઈન્ટ પરથી પસાર થતી વખતે ચાલવામાં સંઘર્ષ કરતા જોવા મળ્યા. આ સિઝનમાં તિલક વર્માનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી અને તે 14 મેચમાં માત્ર 274 રન જ બનાવી શક્યો છે. બીજી તરફ, ચહરે IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 14 મેચોમાં 11 વિકેટ લીધી છે. તે બુમરાહ અને બોલ્ટના નેતૃત્વ હેઠળના ઝડપી બોલિંગ આક્રમણનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.
દીપક લાંબા સમયથી ઈજાઓથી થાય છે હેરાન
દીપકને ઈજાઓનો લાંબો ઈતિહાસ રહ્યો છે. તેને પહેલા ક્વાડ્રિસેપ્સ ફાટી ગયો. ત્યારથી તેને પીઠ, પગની ઘૂંટી અને હેમસ્ટ્રિંગમાં પણ ઈજા થઈ છે. IPL 2025 મેગા ઓક્શન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેને 9.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
પંજાબ સામેની મેચ દરમિયાન તિલક થયો ઈજાગ્રસ્ત
તિલકને પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. લીગની પહેલી મેચમાં જ તેને રિટાયર્ડ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો, જે એક વિવાદાસ્પદ નિર્ણય હતો. બાદમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો કે તેના હાથમાં ઈજા થઈ હતી, જેના કારણે ટીમને આ નિર્ણય લેવો પડ્યો.
IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
જોની બેયરસ્ટો (વિકેટકીપર), રોહિત શર્મા, રિચર્ડ ગ્લેસન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, ચરિત અસલંકા, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, કર્ણ શર્મા, રાજ બાવા, રોબિન મિંજ, રીસ ટોપલી, અશ્વિની કુમાર, મિચેલ સેન્ટનર, મુજીબ ઉર રહેમાન, કૃષ્ણન શ્રીજીત, રઘુ શર્મા, અર્જુન તેંડુલકર, બેવન જેકબ્સ, સત્યનારાયણ રાજુ.


