KKR એ સૌથી મોંઘા ખેલાડીને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ રકમ વેંકટેશ અય્યર પર ખર્ચ કરી છે. આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ એવું લાગી રહ્યું હતું કે તેને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવશે. ખુદ વેંકટેશ અય્યરે કેપ્ટન બનવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે સમાચાર કંઇક અલગ જ આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ KKR વેંકટેશ અય્યર નહીં, પરંતુ તે વ્યક્તિને પોતાનો કેપ્ટન બનાવવાનું વિચારી રહી છે જેને તેણે 22.25 કરોડ રૂપિયા ઓછા આપીને ખરીદ્યો હતો. આવો જાણીએ કોણ છે તે પ્લેયર.
KKR એ રહાણેને 1.5 કરોડમાં ખરીદ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણેને તેની બેઝ પ્રાઈઝ એટલે કે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રહાણે અગાઉ CSKનો ભાગ હતો પરંતુ ત્યાં તેને કન્ટીન્યુ કરવામાં આવ્યો ન હતો.
રહાણે પાસે IPLમાં રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને CSKની કેપ્ટનશિપનો અનુભવ પણ છે. આવી સ્થિતિમાં જો KKR તેને કેપ્ટનશીપ આપવાનું વિચારી રહ્યું છે તો દેખીતી રીતે તેનો અનુભવ ઉપયોગી થશે.
રહાણે કેપ્ટન બની શકે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને લખ્યું કે હાલમાં 90 ટકા પુષ્ટિ થઈ ગઈ છે કે અજિંક્ય રહાણે KKRનો નવો કેપ્ટન બની શકે છે. KKR એ તેને ખાસ કારણસર ખરીદ્યો હતો. જો કે, આને સત્તાવાર રીતે મંજૂરી મળવાની બાકી છે.
3 વખતની IPL ચેમ્પિયન KKR સાથે અજિંક્ય રહાણેની આ બીજી ટર્મ હશે. અગા તે IPL 2022 માં આ ફ્રેન્ચાઇઝીનો ભાગ હતો, જ્યાં તેણે 7 મેચમાં 103.91 ની સ્ટ્રાઇક રેટથી 133 રન બનાવ્યા હતા.
રહાણે IPL 2023માં CSKનો ભાગ બન્યો, જ્યાં તેણે 14 મેચોમાં 172.49ના સ્ટ્રાઈક રેટથી 326 રન બનાવ્યા. આ વર્ષે CSK એ રેકોર્ડ 5મી વખત IPLનો ખિતાબ પણ જીત્યો હતો. IPL 2024 રહાણે માટે સારું રહ્યું ન હતું, જ્યાં તેણે CSK માટે 123.47ના સ્ટ્રાઈક રેટથી માત્ર 242 રન બનાવ્યા હતા. આ વર્ષે ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી.


