IPL 2025 22 માર્ચથી શરૂ થશે. સીઝનની પહેલી મેચ RCB અને KKR વચ્ચે રમાશે. આ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આમાં ઘણા સ્ટાર્સ જોઈ શકાય છે.
IPLની ઓપનિંગ સેરેમનીમાં ઘણા મોટા સ્ટાર્સે પરફોર્મ કર્યું છે. IPLએ ઓપનિંગ સેરેમની અંગે અપડેટ શેર કર્યું છે. તેમને X પર એક પોસ્ટ શેર કરી. IPLએ માહિતી આપી હતી કે આ વખતે દિશા પટની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. તેની સાથે ફેમસ સિંગર શ્રેયા ઘોષાલ પણ પરફોર્મ કરશે. IPL એ X પર શ્રેયા ઘોષાલ વિશે એક પોસ્ટ શેર કરી છે.
બે નવા કેપ્ટનનો મુકાબલો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નવા કેપ્ટન સાથે IPL 2025 માં પ્રવેશ કરી રહ્યું છે. ફ્રેન્ચાઈઝીએ રજત પાટીદારને કેપ્ટનશીપની જવાબદારી સોંપી છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ પછી પણ ટીમે તેના કેપ્ટનને રિટેન કર્યો ન હતો. ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળશે.
IPL 2025 ની પહેલી મેચ
IPL 2025 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. આ સિઝનમાં 10 ટીમો અને 74 મેચો ભાગ લેશે, જે 13 અલગ અલગ સ્થળોએ રમાશે. IPL 2025 ની ફાઈનલ મેચ 25 મે ના રોજ યોજાશે.
IPL 2025 ની ઓપનિંગ સેરેમનીનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાય છે?
IPL 2025 ની ઓપનિંગ સેરેમનીનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.


