ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ઓપનિંગ મેચ પહેલા ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે એક ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. પણ મજા બગડી શકે છે. હવામાન વિભાગે શહેરના ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં પંજાબી સિંગર કરણ ઔજલા, બોલીવુડ સિંગર શ્રેયા ઘોષાલ અને બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની પરફોર્મ કરશે. IPL દ્વારા તેની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. સેરેમની સાંજે 6 વાગ્યે, ટોસના 1 કલાક પહેલા શરૂ થશે. પરંતુ વરસાદની શક્યતાએ ફેન્સની ચિંતા વધારી દીધી છે. માત્ર પહેલી મેચ જ ખતરામાં નથી, પરંતુ ઓપનિંગ સેરેમની રદ્દ થવાનો પણ ખતરો છે.
22 માર્ચે કોલકાતામાં જાહેર કરવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે 20 થી 22 માર્ચ સુધી કોલકાતામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આનો અર્થ એ છે કે અહીં ભારે વરસાદની શક્યતા રહેશે. હવામાન વેબસાઈટ મુજબ 22 માર્ચે દિવસભર વરસાદની શક્યતા છે. સવારે 10 વાગ્યે વરસાદની શક્યતા 70 ટકા છે, જ્યારે મેચ સમયે, સંભાવના ઘટીને 40 ટકા થઈ જશે.
શનિવારે કોલકાતામાં વરસાદની શક્યતાને કારણે મેચ રદ્દ થવાનું અથવા ઓવરોની સંખ્યા ઘટાડવાનું જોખમ છે. જો મેચ પહેલા વરસાદ પડે તો મેચ શરૂ થવાની રાહ જોઈ શકાય છે પરંતુ આ પરિસ્થિતિમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવું મુશ્કેલ બનશે. જો બપોરે વરસાદ પડે, તો જમીન પર સેરેમની માટે સ્ટાફની મહેનત બમણી થઈ જશે.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
ઈડન ગાર્ડન્સની પિચ બેટ્સમેન માટે ફાયદાકારક છે. અહીં સ્પિનરોને ઝડપી બોલરો કરતાં ફાયદો મળે છે. IPLમાં, KKR સ્પિનરો સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ અહીં મોટી સફળતા મેળવી છે. પિચ પર ઘણો ટર્ન આવશે. અહીં એવરેજ સ્કોર 180 છે.
ઈડન ગાર્ડન્સમાં ટોસ મહત્વપૂર્ણ રહેશે
કોલકાતામાં ભારે વરસાદ વચ્ચે ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. અહીં જે કેપ્ટન ટોસ જીતશે તે લક્ષ્યનો પીછો કરવા માંગશે. ગમે તે હોય, અહીં લક્ષ્યનો પીછો કરવો સારું છે.
IPL 2025માં 13 સ્થળોએ યોજાશે મેચો
IPLની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL 2025 ની ફાઈનલ પણ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 13 સ્થળોએ 74 મેચ રમાશે.


