આઇપીએલ 2025ના ઓપનિંગ સમારોહમાં શાહરૂખ ખાને ખેલાડીઓને પ્રોત્સાહન વધાર્યુ હતુ. અને બોલીવુડના સ્ટારે પોતાના પર્ફોર્મ્સથી ચાર ચાંદ લગાવ્યા હતા. કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં બેંગાલુરુ અને કલક્તા ટીમ વચ્ચે પ્રથમ ટક્કર છે. પહેલી મેચને લઇને દર્શકોમાં અનેરો ઉત્સાહ છે. તો આ તરફ, શાહરૂખ ખાન, શ્રેયા ઘોષાલથી લઈને કરણ ઔજલા સુધીના કલાકોર ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.
ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભવ્ય સમારોહ યોજાયો
IPL 2025 સીઝનની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની મેચ પહેલા ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું, જ્યાં બોલિવૂડના કિંગ ખાન, દિશા પટણી અને શ્રેયા ઘોષાલે પોતાના પર્ફોર્મન્સથી ધૂમ મચાવી હતી. મેચ પહેલા કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો. ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન ચર્ચામાં રહ્યા હતા.
IPL 2025માં ચમકતા તારાઓ
બોલીવુડ સુપરસ્ટાર અને કેકેઆરના માલિક શાહરૂખ ખાને ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન દરમિયાન ભાષણ આપ્યું હતું અને આ સાથે તેમણે આઈપીએલ 2025 ની શરૂઆત કરી હતી. આ પછી, પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલે આઈપીએલમાં પોતાના ઉત્તમ અવાજનો જાદુ ફેલાવ્યો. તેમણે ‘મેરે ઢોલના’, ‘ઘૂમર’, ‘સામી સામી’ અને ‘રંગ દે બસંતી’ ગીતો દ્વારા સ્ટેજ પર ધૂમ મચાવી દીધી. તેમણે સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ખેલાડીઓનું મનોબળ વધારવા માટે ‘કર હર મેદાન ફતેહ’ અને ‘ઓમ શાંતિ ઓમ’ પણ ગાયાં. શ્રેયા પછી, અભિનેત્રી દિશા પટાણીએ જબરદસ્ત ડાન્સ રજૂ કર્યો. તેમણે કેટલાક લોકપ્રિય બોલિવૂડ ગીતો પર પર્ફોર્મ કર્યું. આ દરમિયાન તેણીએ સફેદ રંગનો પોશાક પહેર્યો હતો. ઓપનિંગ સેરેમનીમાં પ્રખ્યાત રેપર-ગાયક કરણ ઔજલા અને દિશા પટણી સાથે જોવા મળ્યા હતા. તેમણે પોતાના પંજાબી ગીતથી દર્શકોને નાચવા મજબૂર કર્યા. આ ગાયકે ‘હુસ્ન તેરા તોબા-તોબા’ ગીતથી ધમાલ મચાવી હતી.


