મંગળવારે પંજાબ કિંગ્સના ઓપનર પ્રિયાંશ આર્યએ અજાયબીઓ કરી અને ઈતિહાસ રચ્યો. પ્રિયાંશે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાઈ રહેલી મેચમાં સદી ફટકારી છે. તેને આ સદી માત્ર 39 રનમાં પૂર્ણ કરી. આ આઈપીએલના ઈતિહાસમાં સંયુક્ત રીતે ચોથી સૌથી ઝડપી સદી છે.
પ્રિયાંશે પહેલા 19 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછીના 20 બોલમાં બાકીના 50 રન બનાવીને પોતાની પહેલી આઈપીએલ સદી પૂરી કરી. આ આઈપીએલમાં પંજાબ તરફથી બીજી સૌથી ઝડપી સદી પણ છે. પંજાબ તરફથી ડેવિડ મિલરે 38 બોલમાં સદી ફટકારી હતી.


