આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે IPLની 69મી મેચ પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. પ્લેઓફમાં પહોંચેલી PBKS અને MI ની આ છેલ્લી લીગ મેચ છે અને ટોપ-2 માટે બંને વચ્ચે નિર્ણાયક જંગ થશે. પોઈન્ટ ટેબલમાં ટોપની બે ટીમોને ફાઈનલમાં પહોંચવાની વધારાની તક મળે છે. શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની પંજાબ ટીમના 13 મેચમાં 17 પોઈન્ટ છે અને તે હાલમાં બીજા સ્થાને છે. મુંબઈએ 13 મેચોમાં 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.


