ભારત સરકારે પહલગામમાં થયેલા હુમલાનો હિસાબ મેળવવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે રાત્રે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થયેલા હવાઈ હુમલામાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી IPL 2025 ના શેડ્યુલને પણ અસર કરી શકે છે.
ઓપરેશન સિંદૂરને કારણે, કેટલાક એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે, જેમાં ધર્મશાળા એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. હવે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ 11 મેના રોજ ધર્મશાલામાં જ રમાવવાની હતી. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ મેચ ધર્મશાળાને બદલે મુંબઈમાં શિફ્ટ થઈ શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સને થશે ફાયદો?
ભારત સરકારે પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ પ્રવાસીઓના જીવનનો બદલો લેવાનું શરૂ કર્યું છે. મંગળવારે રાત્રે, ભારત સરકારે નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા. ભારત સરકારના આ ઓપરેશનને સિંદૂર નામ આપવામાં આવ્યું છે.
ઓપરેશન સિંદૂર IPLના શેડ્યુલ અને સ્થળને પણ અસર કરી શકે છે. સરકારે ધર્મશાળા સહિત ઘણા એરપોર્ટ બંધ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે IPL 2025 ની 61મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ધર્મશાલામાં જ રમાવવાની હતી. મીડિયા રિપોર્ટ મુજબ પંજાબ વિરુદ્ધ મુંબઈ મેચનું સ્થળ બદલાઈ શકે છે. આ મેચ ધર્મશાળાથી મુંબઈ ખસેડી શકાય છે.
મુંબઈને હોમ ગ્રાઉન્ડ પર વધુ એક મેચ રમવાની મળશે તક
જો પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનું સ્થળ બદલાય છે, તો હાર્દિક પંડ્યાની સેનાને તેનો જબરદસ્ત ફાયદો થશે. મુંબઈને તેના હોમ ગ્રાઉન્ડ પર વધુ એક મેચ રમવાની તક મળશે. MI તેમની છેલ્લી મેચ ગુજરાત ટાઈટન્સ સામે 3 વિકેટથી હારી ગયું. જો મુંબઈને પ્લેઓફમાં ટિકિટ જોઈતી હોય, તો ટીમે બાકીની બંને મેચમાં વિજયનો સ્વાદ ચાખવો પડશે.


