IPL 2025 માં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે ટકરાશે. પંજાબની ટીમે પ્રથમ ક્વોલિફાયરમાં RCB સામે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ અહીં પહોંચ્યું છે.


