સૂર્યકુમાર યાદવે IPLમાં ઈતિહાસ રચ્યો છે. તેને પંજાબ કિંગ્સ સામેની મેચમાં 17 રન બનાવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હકીકતમાં, પંજાબ સામેની મેચ પહેલા, સૂર્યાએ આ સિઝનમાં 583 રન બનાવ્યા હતા અને 17 રન બનાવ્યા પછી, તે IPL 2025 માં 600 રનનો આંકડો સ્પર્શનાર ત્રીજો ખેલાડી બન્યો.
સૂર્યકુમાર યાદવે એક સિઝનમાં સૌથી વધુ વખત 600 થી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સૂર્યકુમાર IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે એકથી વધુ સિઝનમાં 600 થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
અત્યાર સુધીમાં સૂર્યા અને સચિન તેંડુલકરે MI તરફથી રમતી વખતે IPL સીઝનમાં એક-એક વાર 600 થી વધુ રન બનાવ્યા છે. હવે સૂર્યાએ MI તરફથી રમતી વખતે 2 અલગ અલગ સીઝનમાં 600 થી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
સૂર્યકુમાર યાદવે સચિન તેંડુલકરનો 15 વર્ષ જૂનો તોડ્યો રેકોર્ડ
સૂર્યકુમાર યાદવે સચિન તેંડુલકરનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, કારણ કે તેંડુલકરે IPL 2010માં 618 રન બનાવ્યા હતા. તે પછી, તે IPL નિવૃત્તિ સુધી કોઈપણ સિઝનમાં 600 રનનો આંકડો સ્પર્શી શક્યો ન હતો. બીજી તરફ, સૂર્યાની વાત કરીએ તો, તેને IPL 2023 માં 605 રન બનાવ્યા હતા. અને IPL 2025 માં તેને ફરીથી આ સિદ્ધિ મેળવી છે.
સચિનનો તૂટ્યો વધુ એક રેકોર્ડ
સૂર્યકુમાર યાદવ હવે એક જ સિઝનમાં MI માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા છે. સચિન તેંડુલકરે 2010 માં IPL માં 618 રન બનાવ્યા હતા, પરંતુ સૂર્યકુમાર હવે તેમને પાછળ છોડી ચૂક્યા છે. એક જ સિઝનમાં MI માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં રોહિત શર્માનું નામ ક્યાંય જોવા મળતું નથી.
સૂર્યકુમાર યાદવ – 619+ રન (IPL 2025)
સચિન તેંડુલકર – 618 રન (IPL 2010)
સૂર્યકુમાર યાદવ – 605 રન (IPL 2023)
સચિન તેંડુલકર – 553 રન (IPL 2011)
લેન્ડલ સિમન્સ – 540 રન (IPL 2015)


