IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો IPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં હતી અને ફાઈનલમાં પહોંચવા માટે મજબૂત દાવેદાર છે, કારણ કે પ્રથમ ક્વોલિફાયર હાર્યા પછી પણ, ટીમોને ટાઈટલ મેચમાં સ્થાન મેળવવાની બીજી તક મળશે. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં, પંજાબ કિંગ્સ 2014 પછી પહેલીવાર પ્લેઓફમાં પહોંચી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 2016 પછી પહેલીવાર ફાઈનલમાં ટિકિટ બુક કરવા માંગશે.


