ઈન્ડિયન પ્રીમિયર લીગે ખૂબ જ લોકલ લેવલ પર રમતા ક્રિકેટરોને રાતોરાત કરોડપતિ બનાવી દીધા છે. તાજેતરમાં IPL 2025માં પ્રિયાંશ આર્યનું નામ ચર્ચામાં રહ્યું છે, જેને ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સ માટે 47 રનની તોફાની ઈનિંગ રમી હતી.
તમને જણાવી દઈએ કે પ્રિયાંશને ઓક્શનમાં પંજાબ ફ્રેન્ચાઈઝીએ 3.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ નવી ડીલ મળતાં જ પ્રિયાંશ તેના પિતા માટે એક આલીશાન ઘર બનાવવા જઈ રહ્યો છે.
IPL ડીલના પરિણામે બનાવવામાં આવશે નવું ઘર
મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયાંશ આર્યનો પરિવાર ભાડા પર રહે છે. આ 23 વર્ષીય યુવા બેટ્સમેનના માતા-પિતા શિક્ષક છે અને તેનો પરિવાર હજુ સુધી ઘર ખરીદી શક્યો નથી. પંજાબ કિંગ્સ સાથે 3.8 કરોડ રૂપિયાની ડીલ બાદ પ્રિયાંશ ખૂબ જ જલ્દી નવું ઘર ખરીદી શકે છે. પ્રિયાંશ ફક્ત એક IPL કોન્ટ્રાક્ટથી તેના પરિવારની ગરીબી દૂર કરવા જઈ રહ્યો છે.
ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં તેને 47 રનની શાનદાર ઈનિંગ રમી હતી. IPL 2025 એ તેને એક નવી ઓળખ આપી છે, પરંતુ તે પહેલાં પણ પ્રિયાંશ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો હતો. તેને ઘરેલુ ક્રિકેટમાં દક્ષિણ દિલ્હી ટીમ તરફથી રમતી વખતે એક શક્તિશાળી સદી ફટકારી હતી. ઉત્તર દિલ્હી સામેની મેચમાં, તેને મનન ભારદ્વાજના 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને ચર્ચામાં સ્થાન મેળવ્યું. આ શાનદાર પ્રદર્શન પછી, તેને મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સ તરફથી 3.8 કરોડ રૂપિયાની ડીલ મળી.
પ્રિયાંશ આર્યની ઘરેલું કારકિર્દી
પ્રિયાંશ આર્યના ઘરેલુ કારકિર્દીની વાત કરીએ તો, તેને અત્યાર સુધીમાં તેના કરિયરમાં 19 T20 મેચ રમી છે, જેમાં તેને 620 રન બનાવ્યા છે. પ્રિયાંશે તેની T20 કારકિર્દીમાં એક સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય તેણે અત્યાર સુધી 7 લિસ્ટ-A મેચોમાં ફક્ત 77 રન બનાવ્યા છે.


