IPL 2025માં રવિવારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમવાની છે. આ મેચની વિનર ટીમ 3 જૂને ટાઈટલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે ટકરાશે.
આ મેચ પહેલા પંજાબને મોટી રાહત મળી છે. આ મેચ પહેલા સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના રમવા અંગેની અનિશ્ચિતતા દૂર થઈ ગઈ છે અને તે આ મેચમાં રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
મીડિયા રિપોર્ટ મુજબ યુઝવેન્દ્ર ચહલ ટીમની સાથે ફિલ્ડીંગ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેતો જોવા મળ્યો છે. આ સિવાય એવા સમાચાર સામે આવ્યા છે કે મુંબઈનો ફાસ્ટ બોલર દીપક ચહર પણ આ મેચમાં રમતો જોવા મળી શકે છે, જે હેમસ્ટ્રિંગની સમસ્યાથી છેલ્લી કેટલીક મેચમાંથી બહાર હતો. મીડિયા રિપોર્ટ મુજબ આ બોલર સપોર્ટ સ્ટાફ અને કોચ મહેલા જયવર્ધનની સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો.
આવું રહ્યું છે બંને ખેલાડીનું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે બંને બોલર પોત-પોતાની ટીમ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે, પછી ભલે તેમનું પ્રદર્શન ટુર્નામેન્ટ દરમિયાન કેવું પણ રહ્યું હોય. દીપક ચહર આ સીઝનમાં 14 મેચ રમ્યો છે અને તેમાં તેને 9.17ની ઈકોનોમીથી 11 વિકેટ લીધી છે. યુઝવેન્દ્ર ચહલે 12 મેચમાં 14 વિકેટ લીધી છે.
આ સીઝનમાં એકવાર આવ્યા છે આમને સામને
સૌથી રસપ્રદ વાત એ છે કે આઈપીએલ 2025માં બંને ટીમ એકબીજા સામે એકવાર મેચ રમી છે. જ્યાં પંજાબ કિંગ્સે જોશ ઈંગ્લિસની 73 રનની ધમાકેદાર ઈનિંગના કારણે 7 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે પણ અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ઈનિંગ મુંબઈને જીત અપાવી શકી નહીં.
પંજાબ કિંગ્સની ટીમ
પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લાહ ઉમરઝઈ, હરપ્રીત બ્રાર, કાયલ જેમિસન, અર્શદીપ સિંહ, મુશીર નૌશાદ ખાન, વિજયકુમાર વિશાક, પ્રવીણ દુબે, ઝેવિયર બાર્ટલેટ, સૂર્યાંશ શેડગે, યુઝવેન્દ્ર ચહલ, વિષ્ણુ વિનોદ, યશ ઠાકુર, એરોન હાર્ડી, કુલદીપ સેન, મિચેલ ઓવેન, હરનૂર સિંહ, પાઈલા અવિનાશ.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
રોહિત શર્મા, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, રાજ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રિચર્ડ ગ્લીસન, અશ્વિની કુમાર, રોબિન મિંજ, રઘુ શર્મા, કૃષ્ણન શ્રીજીત, રીસ ટોપલી, કર્ણ શર્મા, દીપક ચહર, ચરિત અસલંકા, મુજીબ ઉર રહમાન, અર્જુન તેંડુલકર, બેવન જેકબ્સ, સત્યનારાયણ રાજુ.


