IPL 2025 ની ત્રણ મેચો માટે વિકેટકીપિંગથી દૂર રહ્યા બાદ, રાજસ્થાન રોયલ્સના નિયમિત કેપ્ટન સંજુ સેમસન હવે BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CEO) તરફ વળ્યો છે. સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે, તેને પ્રથમ ત્રણ મેચ માટે વિકેટકીપિંગ અને કેપ્ટનશીપની જવાબદારી છોડી દેવી પડી.
જ્યારે આ ઘટના બની, ત્યારે રિયાન પરાગે કેપ્ટનશીપ સંભાળી. સેમસન હવે તેની ઈજામાંથી ઘણી હદ સુધી સ્વસ્થ થઈ ગયો હોવાથી, તેને તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવા અને વિકેટકીપિંગ માટે પરવાનગી મેળવવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં જવાનું નક્કી કર્યું છે.
સંજુ સેમસન ફરશે પરત
આ સંદર્ભમાં, સેમસન સોમવારે ગુવાહાટીથી બેંગલુરુ પહોંચ્યો. જો તેને અહીં મંજૂરી મળશે, તો તે આગામી મેચોમાં વિકેટકીપિંગ કરતો જોવા મળશે જ, પરંતુ રાજસ્થાન રોયલ્સનું કેપ્ટનશિપ પણ ફરીથી સંભાળશે. મીડિયા રિપોર્ટ મુજબ તેના અંગૂઠાની ઈજા સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ છે અને તે વિકેટકીપિંગ ફરજો સંભાળવા માટે પૂરતો ફિટ અનુભવે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, ‘તે IPLની આગામી મેચોમાં વિકેટકીપિંગ માટે પરવાનગી માંગશે અને એવી અપેક્ષા છે કે તે 5 એપ્રિલે પંજાબ કિંગ્સ સામેની મેચમાં પણ કેપ્ટન તરીકે જોવા મળશે.’
આવું રહ્યું છે સંજુ સેમસનનું પ્રદર્શન
આ IPL સિઝનમાં બેટ્સમેન તરીકે રમતા, સેમસને અત્યાર સુધીમાં 3 મેચમાં 99 રન બનાવ્યા છે. તેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની પહેલી મેચમાં 37 બોલમાં 66 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ તેને કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ રમી અને અનુક્રમે 13 અને 20 રન બનાવ્યા. તેની ગેરહાજરીમાં, ધ્રુવ જુરેલે ટીમ માટે વિકેટકીપિંગ કર્યું.
રાજસ્થાન ટીમનું આવું રહ્યું પ્રદર્શન
રોયલ્સની સિઝનની શરૂઆત ખરાબ રહી હતી, જેમાં હૈદરાબાદ અને કોલકાતા સામે તેમની બંને શરૂઆતની મેચ હારી ગઈ હતી. પરંતુ ટીમે ચેન્નાઈ સામેની છેલ્લી મેચમાં જીતની દિશામાં વાપસી કરી અને 6 રનથી રોમાંચક મુકાબલો જીત્યો. આ મેચમાં, નીતીશ રાણાએ ટીમ માટે 81 રનની શાનદાર ઈનિંગ રમી. આ મેચ વિનિંગ ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો. ટીમ હવે તેની આગામી મેચ 5 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમવાની છે.


