આઈપીએલ 2025 ની 52મી મેચ શનિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. રજત પાટીદારના નેતૃત્વમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સાત મેચ જીતીને પ્લેઓફની દોડમાં છે. જો બેંગલુરુ ચેન્નાઈ સામેની મેચ જીતે છે, તો તેના 16 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ચાલુ સીઝનમાંથી બહાર થનારી પહેલી ટીમ છે. IPLની 18મી સીઝનમાં, ચેન્નાઈની ટીમ સતત મેચોમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી. ચેન્નઈએ 10 મેચ રમી છે અને ફક્ત બે જ જીતી છે.


