ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની 8મી મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેદાને જંગ… બંને ટીમોએ આ નવી સિઝનની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે, જેમાં CSK ટીમે તેમની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે RCB ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં, બંને ટીમો આ મેચમાં પોતાની બીજી જીત પર નજર રાખશે. CSK ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે RCB ટીમ પ્રથમ સ્થાને છે.


