KKR Vs RCB વચ્ચેની મેચ 22 માર્ચે રમાઈ હતી. આ મેચ RCBએ જીતી લીધી. મેચમાં જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે એક ફેન બેરિકેડ તોડીને વિરાટ કોહલી પાસે પહોંચ્યો. આ પછી સિક્યોરિટી ગાર્ડે આ ફેનને મેદાનની બહાર લાવ્યા. હવે આ ફેન માટે આ કરવું મોંઘુ સાબિત થયું છે.
ફેનની વધી મુશ્કેલી
IPL 2025 ની પહેલી મેચ KKR અને RCB વચ્ચે રમાઈ હતી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ હતી. જ્યારે RCB મેચમાં બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે એક ફેન બેરિકેડ તોડીને મેદાનમાં ઘૂસી ગયો. તે ફેન વિરાટ કોહલીના પગે પડ્યો. આ પછી સિક્યોરિટી ગાર્ડે આ ચાહકને બહાર કાઢી મૂક્યો. મીડિયા રિપોર્ટ મુજબ આ ફેનની હવે કલમ 329 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
વિરાટ કોહલીની શાનદાર બેટિંગ
આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી. તેને ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉત્તમ રમત રમી. આ મેચમાં વિરાટે 36 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન તેને 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. પહેલી જ મેચમાં, વિરાટે શાનદાર બેટિંગ કરીને બતાવ્યું કે તે આગામી મેચોમાં RCB માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ મેચમાં વિરાટ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો. તેને લગભગ ચારે બાજુ શોટ રમ્યો.
આવી હતી મેચની સ્થિતિ
આ મેચમાં, KKR એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 174/8 રન બનાવ્યા. કોલકાતા તરફથી કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ રન બનાવ્યા. તેને 31 બોલમાં 56 રનની ઈનિંગ રમી, જેના જવાબમાં આરસીબીએ માત્ર 16.2 ઓવરમાં જ રનનો પીછો કર્યો. RCB એ IPL 2025 માં પોતાના અભિયાનની શરૂઆત શાનદાર સ્ટાઈલમાં કરી છે.


