IPL 2025 ની શરૂઆત ધમાકેદાર રીતે થઈ છે. બોલીવુડ સ્ટાર્સના શાનદાર પ્રદર્શન પછી, સિઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ વચ્ચે શરૂ થઈ. ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી આ મેચમાં, RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જેનાથી કોલકાતાને પહેલા બેટિંગ કરવાની તક મળી.
પરંતુ મેચ શરૂ થયા પછી તરત જ એક ચોંકાવનારી ઘટના બની. વિરાટ કોહલી આ નવી સીઝનની પહેલી ઓવર ફેંકતો જોવા મળ્યો હતો. આ જોઈને બધાને આશ્ચર્ય થયું, કારણ કે કોહલી સામાન્ય રીતે બોલિંગ કરતો નથી. તો આ કેવી રીતે બન્યું? જાણો શું છે સમગ્ર મામલો.
વિરાટ કોહલીએ ફેંકી પહેલી ઓવર?
IPL 2025ની પહેલી મેચમાં KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોકને ઓપનિંગ માટે આવ્યા. RCBના નવા કેપ્ટન રજત પાટીદારે પ્રથમ ઓવરની જવાબદારી તેમના અનુભવી બોલર જોશ હેઝલવુડને સોંપી.
જ્યારે હેઝલવુડ પહેલી ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે બ્રોડકાસ્ટર્સે મોટી ભૂલ કરી. ટેલિવિઝન સ્ક્રીન પર ભૂલથી હેઝલવુડના નામને બદલે વિરાટ કોહલીનું નામ દર્શાવવામાં આવ્યું. આ ભૂલથી દર્શકો હેરાન થયા કારણ કે કોહલી સામાન્ય રીતે બોલિંગ કરતો નથી. પરંતુ આ ભૂલ ટૂંક સમયમાં સુધારી લેવામાં આવી અને પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. એટલે કે, કોહલીએ બોલિંગ નહોતી કરી, પરંતુ ભૂલથી તેનું નામ સ્ક્રીન પર બતાવવામાં આવ્યું.
આ મેચ માટે KKR ની પ્લેઈંગ ઈલેવન
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
આરસીબીની પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ (વિકેટકીપર), રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિક દાર સલામ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.
આ મેચ માટે બંને ટીમોના ઈમપેક્ટ પ્લેયર
KKR – એનરિક નોરખિયા, મનીષ પાંડે, વૈભવ અરોરા, અનુકુલ રોય, લવનીથ સિસોદિયા.
RCB – દેવદત્ત પડિકલ, અભિનંદન સિંહ, મનોજ ભંડગે, રોમારિયો શેફર્ડ, સ્વપ્નિલ સિંહ.


