અત્યાર સુધી IPL 2025માં તે બધી ટીમો ખિતાબ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે, જેમને ક્યારેય ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો નથી. પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને આરસીબીએ પણ તેમના સતત પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.
ગયા સોમવારે, બેંગ્લુરૂ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી, તે હાઈ-સ્કોરિંગ મેચમાં, RCB 12 રનથી જીતી ગયું હતું. આ દરમિયાન,એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે RCB અને MI વચ્ચે મોટી ડીલ થવાની છે. એવી અટકળો છે કે તિલક વર્માને બેંગ્લુરૂ મોકલી શકાય છે અને તેના સ્થાને દેવદત્ત પડિકલને MI ટીમમાં સામેલ કરી શકાય છે.
તિલક વર્માના બદલે દેવદત્ત પડિકલને ટ્રેડ કરી શકે છે RCB
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે RCB ટૂંક સમયમાં તિલક વર્માના બદલે દેવદત્ત પડિકલને ટ્રેડ કરી શકે છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે તિલક વર્માના નિરાશાજનક પ્રદર્શન બાદ એમઆઈ કેમ્પમાં પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ ગઈ હોવાની અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા અને મુંબઈ ટીમ મેનેજમેન્ટ મેચ પૂરી કરવાની તેની ક્ષમતાથી ખુશ નથી. સંદેશ ન્યૂઝ આ સમાચારની પુષ્ટિ કરતું નથી.
MIની બેટિંગને મજબૂત બનાવશે દેવદત્ત પડીકલ
દેવદત્ત પડિકલ આરસીબી માટે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને તેના આગમનથી મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઈનઅપ ખૂબ મજબૂત બની શકે છે. પડિકલે અત્યાર સુધી ચાર મેચમાં ફક્ત 78 રન બનાવ્યા છે, પરંતુ તે પાછલી સીઝનમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. બીજી બાજુ, જો આપણે તિલક વર્માની વાત કરીએ, તો તેને વર્તમાન સિઝનમાં રમાયેલી 5 મેચમાં અત્યાર સુધીમાં 151 રન બનાવ્યા છે અને એક અડધી સદી પણ ફટકારી છે.
2024નું વર્ષ હતું જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓના ટ્રેડની ઘટના સમાચારમાં હતી. IPL 2024 ની શરૂઆત પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટ્રેડ થયો હતો. હાર્દિક પંડ્યાને તેમની ટીમમાં પાછા લાવવા માટે, મુંબઈ ઈન્ડિયન્સે કેમેરોન ગ્રીનને ગુજરાત ટાઈટન્સમાં મોકલ્યો.


