રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબ કિંગ્સ સામે ઐતિહાસિક જીત નોંધાવી છે. આરસીબી ટીમે તેનું પહેલું આઈપીએલ ટાઈટલ જીત્યું છે. આરસીબીના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પોતાની પહેલી આઈપીએલ ટ્રોફી જીતવાની ખુશીમાં ભાવુક જોવા મળ્યો.
બેંગ્લુરુની જીત પર વિરાટ કોહલીએ કહ્યું કે ‘મેં મારું બધું આ ટીમને આપી દીધું છે.’ આમાં મારી નાની ઉંમરથી લઈને અત્યાર સુધીનો મારો સંપૂર્ણ અનુભવ સામેલ છે. વિરાટ કોહલીએ કહ્યું કે ‘મારું દિલ અને આત્મા બેંગલુરુ માટે છે’.
વિરાટ કોહલીએ કહી દિલને સ્પર્શી જનારી વાત
વિરાટ કોહલીએ બેંગ્લુરુની જીત પર કહ્યું કે ‘આ જીત જેટલી ટીમની છે તેટલી જ ફેન્સ માટે પણ છે’. વિરાટ કોહલીએ આગળ કહ્યું કે ‘આઈપીએલને 18 વર્ષ પૂર્ણ થયા છે. મેં આ ટુર્નામેન્ટમાં મારી યુવાનીથી લઈને મારા પ્રાઈમ ટાઈમ સુધી બધું જ આપ્યું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ આવશે. વિરાટ કોહલીએ કહ્યું, ‘મેચના છેલ્લા બોલ પછી હું ભાવુક થઈ ગયો હતો’.
એબી ડી વિલિયર્સ વિશે કહી આ વાત
વિરાટ કોહલીએ પોતાના મિત્ર એબી ડી વિલિયર્સ વિશે કહ્યું કે એબીએ આ ફ્રેન્ચાઈઝી માટે જે કર્યું છે તે શાનદાર છે. વિરાટે કહ્યું કે મેચ પહેલા તેને ડી વિલિયર્સને કહ્યું હતું કે આ મેચ પણ તમારી છે અને હું ઈચ્છું છું કે એબી અમારી સાથે આ જીતની ઉજવણી કરે. વિરાટ કોહલીએ કહ્યું કે ડી વિલિયર્સ હજુ પણ એવો ખેલાડી છે જેને RCB માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે, ભલે તે ચાર વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયો હોય. એબી પણ અમારી સાથે પોડિયમ પર ઊભા રહેવાને પાત્ર છે.
“હું બાળકની જેમ સૂઈશ”: વિરાટ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું કે ‘જ્યાં સુધી મને IPL રમવાની તક મળશે ત્યાં સુધી હું આ ટીમ માટે રમતો રહીશ.’ હું મારી છેલ્લી મેચ સુધી આ ટીમને બધું જ આપવા માંગુ છું. વિરાટે કહ્યું કે આજે તે બાળકની જેમ સૂઈ જશે, તેના મનમાં કોઈ ચિંતા લીધા વગર.