10 છગ્ગા, 14 ચોગ્ગા… 64 બોલમાં 144 રન. IPL 2025ની શરૂઆત પહેલા રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેને પોતાની તોફાની બેટિંગથી બોલરોને હેરાન કરી દીધા છે. 14 કરોડ રૂપિયાના આ ખેલાડીએ ટીમની અંદરની મેચમાં જોરદાર ધૂમ મચાવી દીધી છે.
આ બેટ્સમેન બીજું કોઈ નહીં પણ રિયાન પરાગ છે. આ સિઝનમાં બધાની નજર રિયાન પરાગ પર રહેશે. રાજસ્થાને મેગા ઓક્શન પહેલા રિયાન પરાગને રિટેન કર્યો છે. ગયા સિઝનમાં પણ આ યુવા બેટ્સમેને ખૂબ ધૂમ મચાવી હતી અને 16 મેચમાં 573 રન બનાવ્યા હતા.
રિયાન પરાગ મચાવી ધૂમ
IPL 2025 ની શરૂઆત પહેલા, રિયાન પરાગે ઈન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં બેટથી ધમાલ મચાવી દીધી છે. રિયાન પરાગે માત્ર 64 બોલનો સામનો કરીને 144 રનની તોફાની ઈનિંગ રમી. પ્રેક્ટિસ ગેમમાં કોઈ બોલર રિયાન પરાગને આઉટ કરી શક્યો નહીં. પોતાની વિસ્ફોટક ઈનિંગ દરમિયાન, રિયાએ 16 ચોગ્ગા અને 10 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.
રાજસ્થાનના સ્ટાર બેટ્સમેને 144 માંથી 124 રન ફક્ત ચોગ્ગા અને છગ્ગાની મદદથી બનાવ્યા. એટલે કે રિયાન પરાગે માત્ર 26 બોલમાં 124 રન બનાવ્યા. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન પહેલા રિયાન પરાગના આ ઉચ્ચ કક્ષાના શોને જોઈને રાજસ્થાન કેમ્પ ખૂબ જ ખુશ થશે. રિયાન પરાગે વિરોધી બોલરો માટે ચેતવણી આપી છે.
ગઈ સીઝનમાં પણ મચાવી હતી ધૂમ
IPL 2024 માં રિયાન પરાગનું બેટ ખૂબ જ સારું હતું. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા, રિયાને 16 મેચમાં 52.09 ની એવરેજ અને 149ના સ્ટ્રાઈક રેટથી 573 રન બનાવ્યા. રિયાન પરાગે ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં ચાર અર્ધશતક ફટકાર્યા હતા. રિયાન પરાગની શાનદાર બેટિંગને કારણે રાજસ્થાન બીજા ક્વોલિફાયર સુધી પહોંચી ગયું. પરંતુ ટીમને બીજા ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે રાજસ્થાનની ટીમ કાગળ પર ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. રાજસ્થાને પોતાની ટીમમાં જોફ્રા આર્ચર, મહેશ તીક્ષણા, વાનિંદુ હસરંગા જેવા મજબૂત બોલરોનો સમાવેશ કર્યો છે. જ્યારે બેટિંગમાં, ટીમે નીતિશ રાણા અને 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ કર્યા છે.


