IPL 2025ની લડાઈ ચાલુ છે. રજત પાટીદારની આગેવાની હેઠળની RCBએ શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે. હવે ટીમની નજર પ્લેઓફમાં યોજાનારી મેચ પર ટકેલી છે.
હાલમાં RCB 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચ્યા બાદ, RCB એ તેની ટીમમાં એક ખતરનાક ખેલાડીને સામેલ કર્યો છે. આ ખેલાડી જેકબ બેથેલનું સ્થાન લેશે.
આ ખેલાડીને મળ્યું સ્થાન
પ્લેઓફ મેચો માટે RCB એ તેમની ટીમમાં જેકબ બેથેલને સ્થાને આ ખેલાડીને તક આપી છે. જેકબે ઈંગ્લેન્ડની ટીમ માટે ભાગ લેવા માટે IPL 2025 છોડી દેવાનો નિર્ણય લીધો છે. 30 વર્ષીય સેફર્ટ પહેલી વાર આરસીબીમાં જોડાયો છે. આ પહેલા, સીફર્ટ IPLમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. સેફર્ટ ન્યુઝીલેન્ડ માટે 66 T20 મેચ રમી છે.
આવું રહ્યું છે કરિયર
ટિમ સેફર્ટ અત્યાર સુધી રમાયેલી 4 વનડે મેચમાં 19.66ની એવરેજથી 59 રન બનાવ્યા છે. આ સિવાય તેને 66 T20 મેચોમાં 28 ની એવરેજથી 1540 રન બનાવ્યા છે. સેફર્ટે 10 અડધી સદી પણ ફટકારી છે.
વિશ્વની તમામ લીગમાં લીધો છે ભાગ
સેફર્ટને વિશ્વની લગભગ તમામ T20 લીગમાં રમવાનો અનુભવ છે. તેને પીએસએલ, ઈન્ટરનેશનલ T20, બિગ બેશ, કેરેબિયન પ્રીમિયર લીગ અને લંકા પ્રીમિયર લીગમાં ભાગ લીધો છે. પાકિસ્તાન સુપર લીગમાં તેને 16 મેચમાં 408 રન બનાવ્યા છે. આ સિવાય તેને કેરેબિયન પ્રીમિયર લીગમાં 788 રન બનાવ્યા છે. આ સિવાય લંકા પ્રીમિયર લીગમાં તેના નામે 631 રન છે. ટિમ સેફર્ટ હવે IPL 2025 માં RCB સામે પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.
IPL 2025 માટે RCBની નવી ટીમ
વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા, રજત પાટીદાર, યશ દયાલ, લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, રસિક ડાર, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, મનોજ ભંડાગે, ટિમ સેફર્ટ, સ્વસ્તિક ચિકારા, લુંગી એનગિડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી અને સુયશ શર્મા.


