વિશ્વના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોમાંના એક વિરાટ કોહલી હાલમાં IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમી રહ્યો છે. તેમની ટીમ 2016 પછી પહેલીવાર પોઈન્ટ ટેબલમાં ટોપ 2 માં રહી છે.
RCB આજે ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે, જેમાં વિજેતા ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે. આ દરમિયાન, વિરાટે એક મોટી ચાલ ચલાવી છે, તેને વર્લ્ડ બોલિંગ લીગમાં રોકાણ કર્યું છે.
વિરાટ કોહલીને વર્લ્ડ બોલિંગ લીગમાં વ્યૂહાત્મક રોકાણકાર કર્યું છે, તે જાહેર કરવામાં આવ્યું છે. WBL એ MLB સુપરસ્ટાર અને 3 વખતની વર્લ્ડ સિરીઝ ચેમ્પિયન મુકી બેટ્સની ટીમ OMG ને લીગની પ્રથમ ફ્રેન્ચાઈઝી તરીકે રજૂ કરી. વિરાટે તેના સોશિયલ મીડિયા પર આ સંબંધિત એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં તેને પોતાના વિશે એક ફન ફેકટ કહી અને કહ્યું કે તેને 13 વર્ષની ઉંમરે બોલિંગ શરૂ કરી હતી.
વિરાટ કોહલીએ શેર કરી પોસ્ટ
વિરાટ કોહલીએ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે “E1 ટીમ બ્લુ રાઈઝિંગમાં આદિક મિશ્રા સાથે શાનદાર ભાગીદારી પછી, વર્લ્ડ બોલિંગ લીગમાં ફરીથી ટીમ બનાવવા માટે ઉત્સાહિત છું! લોસ એન્જલસ ડોજર્સ સુપરસ્ટાર મુકી બેટ્સ અને અન્ય લોકો સાથે, અમે 100 મિલિયનથી વધુ લોકો દ્વારા પ્રિય રમતને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ, લાખો ફેન્સને જોડવા માટે FSP ની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ.”
ઓરેન્જ કેપની રેસમાં છે વિરાટ કોહલી
વિરાટ હાલમાં ઓરેન્જ કેપની રેસમાં છે, તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં પાંચમા ક્રમે છે. તેને લીગ સ્ટેજમાં રમાયેલી 13 ઈનિંગ્સમાં 147.91ના સ્ટ્રાઈક રેટથી 602 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેને 8 અડધી સદી ફટકારી છે. તેને RCB માટે 9000 રન પણ પૂરા કર્યા છે, તે કોઈપણ એક ફ્રેન્ચાઈઝી ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.


