આજે IPL 2025 માં બે મોટી મેચ રમાશે. પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાનની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે પંજાબના 11 મેચમાં 15 પોઈન્ટ છે. પંજાબ આજે કોઈપણ કિંમતે જીતવાનો પ્રયાસ કરશે અને પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવા માંગશે.


