આજે IPL 2025 માં 55મી મેચ રમાશે. પેટ કમિન્સની સનરાઇઝર્સ હૈદરાબાદ અને અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો SRH ના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટકરાશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.


