કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2025 ની 15મી મેચ ગુરુવારે રમાશે. બંને ટીમો ચાલુ સિઝનમાં સંઘર્ષ કરી રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે તેમની પહેલી મેચમાં જ IPLના ઈતિહાસમાં બીજા ક્રમનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ ત્યારથી, ટીમને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે ત્રણ મેચ રમી છે અને ફક્ત એક જ મેચ જીતી છે.


