IPL 2025ની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરી. આ દરમિયાન ઈશાન કિશને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 45 બોલમાં પોતાની સદી પૂરી કરી છે, જે તેની IPL કારકિર્દીની પહેલી સદી પણ છે.
ઈશાન કિશને મચાવી ધૂમ
અભિષેક શર્મા આઉટ થયા બાદ ઈશાન કિશન બેટિંગ કરવા આવ્યો. તે તેની ઈનિંગની શરૂઆતથી જ સારા ફોર્મમાં દેખાતો હતો. ટ્રેવિસ હેડ સાથે મળીને, તેને તેમની ટીમનું સંચાલન કર્યું. આ સમય દરમિયાન તેને ઝડપથી રન બનાવ્યા. કિશને માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ પછી તેને 45 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની આઈપીએલ કારકિર્દીની પહેલી સદી છે. આ મેચમાં તેને 47 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા. આ સાથે તેને ફરીથી ટીમ ઈન્ડિયા માટે પોતાનો દાવો રજૂ કર્યો છે.
સનરાઈઝર્સે 286 રન બનાવ્યા, કિશને સદી ફટકારી
આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
આ દરમિયાન, કિશને શાનદાર પ્રદર્શન કર્યું અને 106 રનની અણનમ સદી ફટકારી, જ્યારે ટ્રેવિસ હેડે 67 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી તુષાર દેશપાંડે સૌથી સફળ બોલર રહ્યા, જેને 3 વિકેટ લીધી.
સનરાઈઝર્સ હૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025 ની પોતાની પહેલી મેચમાં 286 રન બનાવ્યા. આ સિઝનમાં પણ સનરાઈઝર્સ હૈદરાબાદનું વલણ ગયા વર્ષની જેમ જ હતું. રાજસ્થાન રોયલ્સ સામેની પહેલી ઓવરથી જ હૈદરાબાદના બેટ્સમેનોએ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. આ સિઝનમાં સદી ફટકારનાર ઈશાન કિશન પ્રથમ બેટ્સમેન છે. જ્યારે ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા.


