ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા IPL 2025માં ધૂમ મચાવી રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે તેનું બેટ સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેને તાજેતરમાં એક તોફાની સદી પણ ફટકારી છે.
આ દરમિયાન, અભિષેક શર્મા માટે એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. અભિષેક શર્માની બહેન કોમલ શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફેન્સ સાથે એક દુઃખદ સમાચાર શેર કર્યા છે. જેણે બધાને ભાવુક કરી દીધા છે.
અભિષેક શર્મા માટે ચોંકવનારા સમાચાર
અભિષેક શર્માના પેટ ડોગનું IPL 2025 દરમિયાન મૃત્યુ થયું છે. તેની બહેન કોમલ શર્માએ પેટ ડોગ સાથે પરિવારના સભ્યોની ઘણી તસવીરો શેર કરીને ખૂબ જ ઈમોશનલ નોટ લખી છે. અભિષેક શર્માના પેટ ડોગનું નામ લીયો હતું, જે લાંબા સમયથી બીમાર હતો. અભિષેક શર્મા અને તેની બહેન તેમના પેટ ડોગની ખૂબ નજીક હતા. તે ઘણીવાર તેના પેટ ડોગ સાથેના ફોટા અને વીડિયો પણ શેર કરતો હતો.
કોમલ શર્માએ લખી ખૂબ જ ઈમોશનલ નોટ
પોસ્ટ શેર કરતી વખતે કોમલ શર્માએ લખ્યું છે કે ‘લિયો, તું મારા જીવનમાં આવેલી સૌથી સુંદર આત્મા છે. આખી દુનિયાનો સૌથી બેસ્ટ ડોગ. મને ખબર નથી કે હવે તારા વગર મારા દિવસો કેવી રીતે પસાર થશે. પણ હું ફક્ત તમારો આભાર માનવા માંગુ છું – દરેક ઉતાર-ચઢાવમાં મારી સાથે રહેવા બદલ, મારા સતત રહેવા બદલ, મારા આરામ માટે, મારા સાથી બનવા બદલ.
તું મારો નાનો બાળક હતો, અને હંમેશા રહીશ. તું મને બહુ વહેલો છોડીને ચાલી ગયો, લીયો અને તે મને એકલી છોડી દીધી. પણ મને ખબર છે – તું અંત સુધી યોદ્ધા હતો. મેં તને પ્રયત્ન કરતો જોયો, મેં જોયું કે તું કેટલો રોકાવા માંગતો હતો. પણ કદાચ એ આ રીતે લખાયું હશે. અમે બધા તને ખૂબ પ્રેમ કરીએ છીએ, લીયો શર્મા.


