ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. શમીને 1 કરોડ રૂપિયા ન ચૂકવવા બદલ આ ધમકી મળી છે.
આ ભારતીય ક્રિકેટરને ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ વાત સામે આવતાની સાથે જ અમરોહા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી દીધી.
મોહમ્મદ શમીને મળી જાનથી મારી નાખવાની ધમકી
ધમકી મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ અમરોહા પોલીસને આ બાબતની જાણ કરી. શમીએ કહ્યું કે તેને પહેલી વાર ગઈકાલે 4 મેના રોજ સાંજે એક ઈમેલ મળ્યો. આ પછી, આજે સોમવાર 5 મેના રોજ સવારે બીજો ઈમેલ આવ્યો. શમીના ભાઈ મોહમ્મદ હસીબે પોલીસને આ અંગે લેખિત માહિતી આપી છે.
ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તપાસ
મોહમ્મદ શમીએ અમરોહા પોલીસમાં ફરિયાદ નોંધાવતાની સાથે જ અમરોહા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને મળેલી ફરિયાદ મુજબ, કર્ણાટકના પ્રભાકર નામના વ્યક્તિએ મોહમ્મદ શમીને એક મેઈલ મોકલ્યો છે, જેમાં ધમકી આપવામાં આવી છે કે જો તે 1 કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ છે મોહમ્મદ શમી
મોહમ્મદ શમી હાલમાં IPL 2025 ટુર્નામેન્ટમાં બિઝી છે. મોહમ્મદ શમી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ છે. આ IPLમાં હૈદરાબાદ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. SRH એ અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી ટીમ 7 મેચ હારી ગઈ છે. જ્યારે મોહમ્મદ શમીની ટીમ પેટ કમિન્સની કેપ્ટનશીપમાં માત્ર 3 મેચ જીતી શકી છે. શમી ભારતીય ક્રિકેટ ટીમનો એક મહત્વપૂર્ણ ખેલાડી છે. અન્ય દેશોના ખેલાડીઓ તેની ઝડપી બોલિંગથી ડરે છે.


