ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL 2025 મુલતવી રાખવામાં આવી હતી. આ પછી ઘણા વિદેશી ખેલાડીઓ પોતાના દેશમાં પાછા ફર્યા. હવે 17 મેથી ફરી આઈપીએલ શરૂ થશે.
આ દરમિયાન, સમાચાર આવ્યા કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ IPL 2025 ની બાકીની મેચોમાં રમશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે એક મોટી અપડેટ આપી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયથી આઈપીએલ ટીમોને મોટી રાહત મળશે.
કાંગારૂ ખેલાડીઓ માટે IPLની બાકીની મેચો રમવી મુશ્કેલ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે કહ્યું કે જો ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ IPL રમવા માગતા હોય તો તેઓ જઈ શકે છે. બોર્ડ તેમને રોકશે નહીં. તે ખેલાડી પર નિર્ભર છે કે તે જવા માંગે છે કે નહીં. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ જૂનમાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. આ પરિસ્થિતિમાં, આ ટાઈટલ મેચ માટે પણ તૈયારીઓ કરવી પડશે. આ કારણોસર, એવું કહેવામાં આવી રહ્યું હતું કે કાંગારૂ ખેલાડીઓ માટે IPLની બાકીની મેચો રમવી મુશ્કેલ બનશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે તે IPLમાં પાછા ફરવાના ખેલાડીઓના વ્યક્તિગત નિર્ણયનું સન્માન કરશે. BCCIએ સોમવારે નિર્ણય લીધો છે કે આઈપીએલની આ સીઝન 17 મેથી 6 સ્થળોએ ફરી શરૂ થશે. લીગની ફાઇનલ 3 જૂને રમાશે. પ્લેઓફ મેચો માટે સ્થળ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
ક્રિકેટરો માટે ઊભી થઈ મોટી મૂંઝવણ
આનાથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ ક્રિકેટરો માટે મૂંઝવણ ઊભી થઈ છે કારણ કે બંને ટીમો વચ્ચે 11 જૂનથી લોર્ડ્સમાં WTC ફાઈનલ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શનિવારથી IPL ફરી શરૂ થવાની જાહેરાત બાદ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિર્ણય લીધો છે કે તે ખેલાડીઓના ભારત પાછા ફરવાના વ્યક્તિગત નિર્ણયનું સન્માન કરશે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષા વ્યવસ્થા અંગે અમે BCCI અને ઓસ્ટ્રેલિયન સરકારના સંપર્કમાં છીએ.
ખેલાડીઓ પર નિર્ભર છે IPL 2025
IPL 2025ની ફાઈનલ WTC ફાઈનલના માત્ર 8 દિવસ પહેલા રમાશે. એવી પણ શક્યતા છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બાકીની લીગ મેચો રમવા માટે ભારત આવી શકે છે અને પ્લેઓફ મેચોમાં ભાગ ન લઈ શકે. હાલમાં, બધું ખેલાડીઓ પર નિર્ભર છે. મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ અને પેટ કમિન્સ જેવા ટેસ્ટ ટીમના ખેલાડીઓ IPL 2025માં રમી રહ્યા છે. જ્યારે રિકી પોન્ટિંગ અને બ્રેડ હેડિન જેવા દિગ્ગજ ખેલાડીઓ કોચિંગ સ્ટાફમાં છે.


