વિરાટ કોહલીએ 12 મેના રોજ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેમના ફેન્સ આ નિર્ણયથી ખૂબ જ આશ્ચર્યચકિત થયા. તેને પોતાના હીરોને વિદાય આપવાની છેલ્લી તક પણ મળી. એટલા માટે ફેન્સે ટેસ્ટ ક્રિકેટની વ્હાઈટ જર્સી પહેરવાનું આયોજન કર્યું હતું.
17 મેના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં હજારો ફેન્સ વ્હાઈટ જર્સી પહેરીને પહોંચ્યા હતા. તેમને આખા સ્ટેડિયમને વ્હાઈટ રંગના સમુદ્રમાં ફેરવી દીધું હતું.
આ સમય દરમિયાન, એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું. ઘણા સફેદ કબૂતરો અચાનક આવ્યા અને મેદાન ઉપર ઉડવા લાગ્યા. તેને આકાશી રોમાંચક દ્રશ્ય બનાવ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
‘કુદરત પણ વિરાટ કોહલીને કરે છે સલામ’
વિરાટ કોહલીના દેશભરમાં ફેન્સ છે. તેના ટેસ્ટ ક્રિકેટ છોડવાથી બધા દુઃખી હતા. એટલા માટે તેને પોતાના હીરોના માનમાં આ વ્હાઈટ જર્સી પહેરવાનું ખાસ આયોજન કર્યું હતું. પરંતુ જ્યારે સફેદ કબૂતરો પણ RCBના હોમ ગ્રાઉન્ડમાં પ્રવેશ્યા, ત્યારે તેની સુંદરતામાં વધારો થયો. કોહલીના ફેન્સે કહ્યું કે કુદરત પણ તેમને સલામ કરી રહી છે. ઘણા ફેન્સે તો એવો પણ દાવો કર્યો છે કે લગભગ 49 કબૂતરો ઉડતા હતા. તેને ઉડાન ભરી અને ’18’ બનાવ્યો જે વિરાટનો જર્સી નંબર છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં, કોહલી પ્રત્યે ફેન્સનો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
મેચ વિશે વાત કરીએ તો, વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો. મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે થવાનો હતો. રમત 7:30 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ સતત વરસાદને કારણે મેચ રદ્દ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન, કોહલીના ફેન્સ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી પહેલીવાર તેને વ્હાઈટ જર્સીમાં જોવાની રાહ જોઈ રહ્યા હતા.
વિરાટ કોહલીનું IPL 2025માં પ્રદર્શન
વિરાટ કોહલીએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વખતે તે એક નવા અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેને આક્રમક બેટિંગ કરી છે. કોહલીએ આ સિઝનમાં 11 મેચમાં 63 થી વધુની એવરેજથી 505 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 143 હતો. તેના બેટમાંથી 7 અડધી સદી પણ લાગી. કોહલીએ 18 છગ્ગા અને 44 ચોગ્ગા ફટકાર્યા છે. બીજી તરફ, જો આપણે તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિશે વાત કરીએ, તો તેઓ 12 માંથી 8 મેચ જીતીને અને એક મેચ વરસાદના કારણે રદ્દ થવાથી 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમે છે.


