ક્રિકેટમાં રિટાયર્ડ આઉટ એટલે જો કોઈ બેટ્સમેન અમ્પાયરની પરવાનગી વિના મેદાન છોડી દે. ક્રિકેટના નિયમો મુજબ જો વિરોધી ટીમનો કેપ્ટન તેને પાછો બોલાવવાની મંજૂરી ન આપે તો તેને રિટાયર્ડ આઉટ ગણવામાં આવે છે. ICC ના નિયમ મુજબ બેટ્સમેન ઈનિંગ્સ દરમિયાન ગમે ત્યારે રિટાયર્ડ થઈ શકે છે. જે પછી તે ફરી પોતાની ઈનિંગ્સ શરૂ કરી શકતો નથી. રમતગમતમાં નિવૃત્તિ લેવી એ એક દુર્લભ ઘટના છે. IPL મેચોમાં પણ આ નિયમ ઘણી વાર જોયો હશે. રિટાયર્ડ હર્ટના કિસ્સામાં બેટ્સમેન ટીમની જરૂરિયાત મુજબ ફરીથી બેટિંગમાં આવી શકે છે. ટીમો મેચની પરિસ્થિતિ મુજબ આ ખાસ નિયમનો ઉપયોગ કરે છે. ખાસ કરીને T20 મેચોમાં તેનો વધુ ઉપયોગ થાય છે. રવિચંદ્રન અશ્વિન આઈપીએલના ઈતિહાસમાં નિવૃત્તિ લેનાર પ્રથમ ખેલાડી છે. તેને આ કામ 2022 માં કર્યું હતું. રિટાયર્ડ હર્ટના કિસ્સામાં, બેટ્સમેન ટીમની જરૂરિયાત મુજબ ફરીથી બેટિંગમાં આવી શકે છે. IPL 2025માં તિલક વર્મા અને ડેવોન કોનવે રિટાયર્ડ આઉટ થયા છે.


