ભારતીય લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે IPLની 49મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર હેટ્રિક લીધી. આ યુઝવેન્દ્ર ચહલની IPLમાં બીજી હેટ્રિક છે. જે બાદ તે એકથી વધુ હેટ્રિક લેનાર ત્રીજો બોલર બન્યો છે. IPLમાં સૌથી વધુ હેટ્રિક લેનારા ત્રણ ભારતીય બોલરોના નામ સામેલ છે અને તેને ઈતિહાસ રચ્યો છે. યુઝવેન્દ્ર ચહલે પંજાબ કિંગ્સ માટે IPLમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો. તેને સતત ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા. IPLમાં સૌથી વધુ હેટ્રિક ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રાએ લીધી છે. તેને આ સિદ્ધિ ત્રણ વાર મેળવી છે. અમિત મિશ્રાના નામે 2008, 2011 અને 2013માં IPLમાં હેટ્રિક લેવાનો રેકોર્ડ છે. ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ એક જ IPL સિઝનમાં બે વાર હેટ્રિક લીધી છે. યુવરાજ એક જ સિઝનમાં બે વાર હેટ્રિક લેનાર એકમાત્ર ખેલાડી છે. તેને 2009 માં આ સિદ્ધિ મેળવી હતી.